યુપીના ઉન્નાવ જનપદમાં ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જનપદમાં આવેલા આસીવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રમપુરવા ગામમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયો હોવાની ઘટના સામે આવી છે. 10માં ધોરણ ભણતી વિદ્યાર્થીને ભણાવતી વખતે શિક્ષક પ્રદિપ કુમાર પુત્ર ભાગીરથ નિવાસી બીબમઉ નામની છાત્રાને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો હતો. તેનો વિરોધ કરતાં તે સગીરને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપતો હતો.
મળતી માહિતી પ્રમાણે, શિક્ષક વિદ્યાર્થીને ભણાવવા માટે તેના ઘરે જતો હતો. 5 માર્ચે શિક્ષકના કરતૂતો ઘરમાં બધાની સામે આવ્યાં હતા.
પિતાએ પૂછતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. ઘટનાની જાણ થતાં સગીરાના પિતાએ તરત જ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સગીરાને મેડિકલ તપાસ માટે હૉસિપટલ મોકલવામાં આવી હતી.
બાંગરમઉ સી.ઓ અંજની કુમાર રાયે જણાવ્યું હતું કે. આસીવન જનપદ ઉન્નાવમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં છોકરીને ભણાવતા શિક્ષકે જ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરા 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. શિક્ષક છેલ્લા બ વર્ષને તેને ભણવવા જતો હતો. તેને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપીને તેની પર વારંવરા દુષ્કર્મ ગુજારતો હતો.