ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે નવા મહેમાન આવ્યા છે. અનુષ્કા શર્માએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. મુંબઇની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં તેની ડિલીવરી થઇ, કોહલીએ પોતે જાણકારી સોશિયલ મીડિયા પર શેયર કરી, સાથે તેમને ફેન્સને પ્રાઇવેસીનું સન્માન કરવાની પણ અપીલ કરી હતી. આવો જાણીએ વિરાટ કોહલીએ શું કહ્યું?
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અમે બન્નેને એ જણાવતા ખુબ જ ખુશી થાય છે કે આજે બપોરે અમારે ત્યા દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પેરેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારી છીએ. અમારૂં આ સૌભાગ્ય છે કે અમે આ જીંદગીનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું, અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે આ સમયે આપણે તમામે થોડી પ્રાઇવેસી રાખવી જોઇએ.
તમને જણાવી દઇએ કે આ સમાચાર આવતાની સાથે વિરાટ અને અનુષ્કાના ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી. હાલમાં વિરાટ અને અનુષ્કા રેગ્યુલર ચેકઅપ માટે સ્પોટ કરવામાં આવ્યા હતા. દીકરીના જન્મ બાદ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છાઓ મળવા લાગી છે. એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટસ જગતા સેલિબ્રિટીએ કોમેન્ટ કરી શુભકામના પાઠવી છે.
દીકરીના જન્મનું એલાન કર્યા બાદ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. ફેન્સે તેમને ટ્વિટથી શુભકામના આપવાનું શરૂ કરી દીધું છે. સાથે જ મીમ્સ દ્વારા ખુશી પણ વ્યક્ત કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે 2020માં વિરાટ કોહલીએ અનુષ્કા પ્રેગ્નેટ હોવાનો ખુલાસો કર્યો હતો. વિરાટ અને અનુષ્કા વિશે ખુલાસો થવા બાદ બન્ને ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા.
2017માં કર્યા હતા લગ્ન
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાએ ઓગસ્ટ 2020માં પ્રેગનેન્સીનું એલન કર્યું હતું. વિરાટે કોહલી હાલમાં ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. જોકે તેમને પ્રવાસથી પિતૃત્વ અવકાશના કારણે રજા લીધી હતી.