દર વર્ષે 8 માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓને સમર્પિત છે. દુનિયામાં અલગ અલગ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આયોજન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી. પછી તો દુનિયાભરમાં આ દિવસને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ હતી.

ત્યારે મહિલા દિવસના અવસર પર આજે નારી શક્તિને સલામ છે. કારણ કે મહિલાઓ દરેક જવાબદારીને ખુબ સારી રીતે નિભાવ છે. ત્યારે આજે આપણે એવી એક મહિલા વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ છે. જેને એક હાથમાં એક વર્ષના બાળકને લઈને પૂરા ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો.
એક સાથે નિભાવી બે જવાબદારી
વુમન્સ ડે પર આ મહિલાનો વીડિયો ખુબ વાઈરલ થયો છે. આ વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલ ભર તડકામાં પોતાના એક હાથમાં બાળક તેડ્યું હતું અને બીજી તરફ ટ્રાફિક કંટ્રોલ કરતી જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર આ વીડિયો ચંડીગઢનો હોવાનું સામે આવ્યું છે. આ મહિલા એક સાથે બે જવાબદારી નીભાવી રહી હોવાનું જોવા મળ્યું હતું.
વાઈરલ વીડિયોને મળી રહી છે પ્રસંશા
મળતી મહિતી મુજબ આ મહિલા કોનસ્ટેબલનું નામ પ્રિયંકા બતાવવામાં આવી રહ્યું છે. પ્રિયંકાએ પોતાના એક હાથમાં બાળકને તેડ્યું હતું અને બીજી તરફ ટ્રાફિક કંટ્રોલ કરતી જોવા મળી હતી. ટ્રાફિક કોન્ટેબલનો આ વીડિયો જોઈને લોકો પણ સલામ કરી રહ્યાં છીએ. આ સાથે જ આ વીડિયોને લોકો તરફથી ખુબ પ્રસંશા મળી રહી છે.
બાળકને હાથમાં પકડી ટ્રાફિક કંટ્રોલ કરી રહી હતી
એ રિપોર્ટ અનુસાર તેને એક નાનું બાળક છે. તેનું બાળક તેની માતા વગર રહેતું ન હતું. ઘણી વખત ટ્રાફિક કોન્સ્ટેબલના પતિ અને પરિવારના લોકો પ્રિયંકા જે સ્થાન પર ડ્યુટી પર હોય છે ત્યા લઈને જતા રહેતા હતા. જેથી થોડીવાર માટે તે બાળકને પોતાના હાથમાં લેતી હતી. આ દરમિયાન તે ઓનડ્યુટીમાં કોઈ લાપરવાહી પણ કરતી ન હતી. તે પોતાના બાળકને એક હાથમાં લઈને ડ્યુટી કરતી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે અને લોકો સલામ પણ કરી રહ્યાં છે.
સ્વરા ભાસ્કરે વીડિયો ટ્વિટ કર્યો
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. સ્વરા ભાસ્કરે ગગનદીપ સિંગ નામના ટ્ટવિટ યુઝરનો વીડિયો શરે કર્યો છે. જે વીડિયો જોઈને લોકો પણ તેની સરાહના કરી રહ્યાં છે.
The point of view of your article has taught me a lot, and I already know how to improve the paper on gate.oi, thank you. https://www.gate.io/th/signup/XwNAU