એક બાળકને સૌથી વધુ પ્રેમ તેના માતા પિતા સાથે હોય છે. તે તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. પોતાના માતા-પિતાને ખોય દેવા માત્ર વિચારથી તે ઉદાસ થઈ જાય છે. ત્યારે કોરોના કાળમાં ઘણા લોકોએ પોતાના લોકોને ગુમાવ્યાં છે. ઘણા લોકોએ હોસ્પિટલમાં જ પોતાનું જીવ ગુમાવી દીધો છે અને તેના અંતિમ સમયમાં તેના પોતાના પણ તેની સાથે ન હતા. આજે પણ જ્યારે કોરોનાના દર્દીની એન્ટ્રી હોસ્પિટલમાં થાય છે તો તેના પરિવારજનોની એન્ટ્રી પર બેન લાગી જાય છે.
મહિલાના 87 વર્ષીય પિતાને હોસ્પિટલમાં એડમીટ કરાયા છે
એવામાં Lisa Racine નામની એક મહિલા પોતાના 87 વર્ષીય પિતાને જોવા માટે હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી છે. આ મહિલા એક પ્રિન્ટિંગ કંપનીમાં પ્રોજેક્ટ મેનજર છે. પણ હાલમાં જ તેને Minnesotaના Stillwater Facilityમાં પ્રાઈવેટ જોબ સ્ટાર્ટ કરી છે. આ મહિલાના 87 વર્ષીય પિતા હોસ્પિટલમાં એડમીટ છે. તેની સાથે સમય પસાર કરવા માટે તેને આ જોબ શરૂ કરી છે.

હોસ્પિટલમાં ફુડ સર્વ કરવા સહિતના કામ કરે છે
Lisa Racineએ જણાવ્યું હતું કે તે વહેલી સવારે પોતાની દિનચર્યા શરૂ કરી દે છે. તે સમય પહેલા જ આવી જાય છે. તે પોતાના પિતાને જોવે છે અને તેને જમવાનું પીરસે છે અને જેને જોવે છે. જ્યારે તેની શિફ્ટ પૂર્ણ થઈ જાય પછી તે ફરી પાછી તેના પિતાને મળવા માટે જાય છે. મહિલાને હોસ્પિટલમાં કપબોર્ડસ અને રેફ્રિજરેટરનો સ્ટોક ભરવો, વાસણ ધોવા, ફર્શ સાફ કરવી, ફુડ સર્વ કરવું વગેરે કામ કરવા પડે છે.
પહેલા બારીમાંથી તે તેના પિતાને જોતી હતી
મહિલા પોતાના પિતાનું ધ્યાન રાખવા અને તેની સાથે સમય પસાર કરવા માટે આટલી મહેનત કરે છે. પહેલા તે બારીમાથી તેના પિતાને જોતી હતી. એક દીકરીને તેના પોતાના પિતા પ્રત્યે કેટલો પ્રેમ હોય તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. જે પણ આ સ્ટોરી વાંચે છે જેની આંખમાંથી આસું આવી જાય છે.

ઘણા લોકો અંતિમ સમયે તેના પોતાના લોકોને મળી શકતા નથી
મહત્વનું છે કે કોરોનાના કારણે ઘણા લોકો પોતાના પરિવારના લોકોને મળી શકતા નથી. અંતિમ સમયમાં પણ તે પોતાનો ચહેરો તેને બતાવી શકતા નથી. એવામાં એક દીકરી દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવેલું કામ ખુબ સરાહનીય છે.