વૃષભ રાશિમાં મંગળ અને રાહુનો પ્રવેશ થવાથી અંગારક યોગ બની રહ્યો છે. આ અંગારક યોગ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. 2 ફેબ્રુઆરીથી મંગળનું વૃષભ રાશિમાં ભ્રમણ શરૂ થયું છે. જ્યારે આ રાશિમાં પહેલેથી જ રાહુનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. જે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ખુબ જ અશુભ માનવામાં આવી રહ્યો છે. અશુભ પ્રભાવના કારણે ઘણા લોકોને જિંદગીભર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. શાસ્ત્રો મુજબ આ યોગ લોકોની બુદ્ધીને ભ્રષ્ટ કરી દે છે.
અશુભ યોગથી બચવા માટે શું કરશો?
શાસ્ત્રો મુજબ આ યોગમાં ઘણા પ્રકારની સમસ્યાઓથી અલગ અલગ રાશિના લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિશેષ કરીને મંગલ અને રાહુની યુતિના કારણે આ યોગ બની રહ્યો છે. આ યોગ હજુ 52 દિવસ સુધી રહેશે. જેથી આ દિવસોમાં ઘણા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. જેની કુંડળીમાં મંગળ ગ્રહ અને રાહુ નબળો છે તે લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. જો તમારે આ યોગથી બચવું હોય તો તમારે નિયમિત રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

જાણો મેષ અને વૃશ્ચિક રાશિના લોકોમાં શું પરિવર્તન આવશે?
માન્યતા મુજબ બજરંગ બલીની કૃપા આપણને આ દુષ્પ્રભાવથી બચાવી શકે છે. જેથી તમારે દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીશાના પાઠ કરવા જોઈએ. આ સિવાય તમારે બજરંગ બાઠ, સુંદરકાંડ અને હનુમાષ્ટનો પાઠ કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું રાશિ પરિવર્તન ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૃશ્ચિક અને મેષ રાશિનો સ્વામી મંગળના જાતકોમાં સાહસ અને આત્મવિશ્વાસનું વહન કરે છે. આ સિવાય કુંડલીમાં મંગલ શુભ સ્થાન પર બિરજમાન હોય તો રાજયોગ પણ મળી શકે છે.
વૃષભ રાશિમાં મંગળનો પ્રવેશ
અંગારક યોગ વ્યક્તિની બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે અને સ્વભાવને ઉગ્ર, હિંસક અને આક્રમક બનાવી દે છે. આટલું જ નહીં આ યોગ ભાઈઓ અને પ્રિયજનો સાથેના સંબંધને પણ ખરાબ કરી નાખે છે. પૈસા સંબંધિત સમસ્યાઓ અને દુર્ઘટના થવાની સંભાવના પણ વધી જાય છે. ઉલ્લેખનિય છે કે મંગળે 2 ફેબ્રુઆરીએ મેષ રાશિમાંથી બહાર નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જે આગામી 14 એપ્રિલ સુધી રહેશે.
યોગનો અશુભ પ્રભાવ આ રીતે ઓછો કરો
જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા ઉપાયો મુજબ તમારે દર મંગળવારે ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને હનુમાનજીને તેનો લેપ લગાવવો અને મીઠાઈનું વિતરણ કરવું. આ સાથે જ કબૂતરોને દરરોજ દાણા નાખવા. આ ઉપાયો કરવાથી અંગારક યોગનો અશુભ પ્રભાવને ઓછો કરી શકાઈ છે અને તમામ દુખોનું નિવારણ લાવી શકાઈ છે.
Incredible points. Sound arguments. Keep up the good work.
Appreciate this post. Let me try it out.