વ્હેલ માછલીની ઉલ્ટીએ ગરીબ માછીમારને બનાવ્યો કરોડપતિ, રાતોરાત લાગી ગઈ 11 કરોડની લોટરી
વ્હેલ માછલીની ઉલ્ટીએ ગરીબ માછીમારને બનાવ્યો કરોડપતિ, રાતોરાત લાગી ગઈ 11 કરોડની લોટરી

વ્હેલ માછલીની ઉલ્ટીએ ગરીબ માછીમારને બનાવ્યો કરોડપતિ, રાતોરાત લાગી ગઈ 11 કરોડની લોટરી

માછીમાર અબ્દુલહકીમે જણાવ્યું કે અદનના દક્ષિણી શહેરના તટથી લગભગ 26 કિમી દુર તેની નજરમાં એક મરેલી વ્હેલ માછલી જોવા મળી હતી. તે મૃત હાલતમાં પાણીમાં તરી રહી હતી. માછીમારોએ તેને કિનારા પર લાવી હતી અને તેનું પેટ ચીર્યું હતું. અંદર જોયું તો તરતું સોનુ એટલે કે એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) મળી આવી હતી. એમ્બરગ્રીસ વ્હેલના પાચન તંત્રમાં બનનારા એક દુર્લભ પદાર્થ છે. જેનો ઉપયોગ ઈત્ર બનાવવામાં થાય છે.

જ્યારે માછીમારે વ્હેલ માછલીને તટ પર લાવી અને તેનું પેટ કાપ્યું તો તેને 127 કિલોની દુર્લભ વોમિટ ગોલ્ડ મળી હતી. જેની કિંમત અંદાજે 11 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી રહી છે. દુનિયાના એક ગરીબ દેશમાં રહેનાર આ વ્યક્તિ માટે આ રકમ હદ કરતા વધારે મોટી છે. તેને મળેલી આ રકમમાંથી તેને કેટલોક ભાગ તેના સમુદાયમાં જરૂરિયાતમંદ લોકોની સહાયતામાં દાન કર્યો હતો. જ્યારે અમુક ભાગ માછીમારોના સમુહમાં વેચી દીધો હતો.

અબ્દુલહકીમે કહ્યું કે મારૂ કામ માછલી પકડવાનું છે. હું આ કામ કરવા માટે રોજ સમુદ્રમાં જાવ છું. તે દિવસ પણ અમારા માટે સામાન્ય હતો. પરંતુ પછી અમને કિસ્મતથી મરેલી વ્હેલ માછલી મળી. જે પૂરી રીતે એમ્બરગ્રીસથી ભરેલી હતી. એક ક્ષણમાં જ અમારી કિસ્મત બદલાઈ ગઈ હતી. આ એમ્બરગ્રીસ વેંચીને કેટલાક માછીમારોએ નવી હોળી ખરીદી તો કેટલાકે નવા ઘર બનાવ્યા હતા. આ દુર્લભ વસ્તુ મળવા બદલ માછીમારે ભગવાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

વ્હેલની ઉલટી એટલી મોંઘી કેમ છે? વ્હેલ ઉલટી એટલી મોંઘી કેમ છે? તે જાણવું ખરેખર મહત્વનું છે. વ્હેલ ઉલટી થયા પછી તે એક પથ્થરનું સ્વરૂપ લે છે અને તે ખૂબ સુગંધિત સુગંધ સાથે બહાર આવે છે. જેનો ઉપયોગ વિશ્વના સૌથી મોંઘા અત્તર બનાવવા માટે થાય છે. વ્હેલને ઉલટી થવામાં લોકો લાંબી રાહ જુએ છે. કારણ કે જો કોઈને વ્હેલ ઉલટીનો આ પત્થર મળે છે. તો તે રાતોરાત કરોડપતિ બની જાય છે.

વૈજ્ઞાનિક ભાષામાં વ્હેલની ઉલ્ટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. લાંબા સમયથી ચાલતી સુગંધ, વ્હેલની ઉલટીમાંથી બનાવેલ પરફ્યુમની સુગંધ લાંબી હોય છે. આ કારણોસર, વૈજ્ઞાનિકો એમ્બર્ગ્રિસને ફ્લોટિંગ સોનું પણ કહે છે.

Leave a Reply

Your email address will not be published.