2020ની જેમ શનિ આ વર્ષે મકર રાશિમાં જ રહેવાનો છે. શનિની સાથે આ રાશિમાં ગુરૂ, સુર્ય અને બુધ બિરાજમાન છે. આ વર્ષે શનિનું કોઇ રાશિ પરિવર્તન નથી. પરંતુ 22 જાન્યુઆરીએ શનિએ નક્ષત્ર બદલ્યું છે. શનિએ ઉત્તરષાઢ નક્ષત્રથી શ્રવણમાં પ્રવેશ કર્યો છે. શનિના આ નક્ષત્ર પરિવર્તનને જ્યોતિવિદ મોટી ઘટના માની રહ્યાં છે. મેષ, વૃષભ, તુલા, વૃશ્વિક અને મકર રાશિના જાતકોને વધારે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તમામ 12 રાશિઓ પર તેનો થોડી અસર જોવા મળશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને ખુબ જ સાવધાન રહેવાની જરૂર છે. નક્ષત્ર પરિવર્તન બાદ તમને ધનનું નુકસાન થઇ શકે છે. તણાવની સમસ્યા વધી શકે છે. ધર્મ-કર્મના કાર્યોમાં રૂચિ લો. વાણીમાં મધુરતા બનાવી રાખો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો દેવાની લેણદેણ અથવા મોટું રોકાણ કરવાથી હાલ દૂર રહો, ભવન નિર્માણ, ગૃહ પ્રવેશ, નવી દુકાન અથવા કાર્યોનું ઉદ્ધાટન કરવાનું ટાળો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ રાશિના જાતકોને ધનના મામલે ખુબ જ વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ખર્ચા પર નિયંત્રણ રાખો અને મન લગાવીને કામ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમને ધનનો લાભ મળી શકે છે. ખાલી પોતાના ગુસ્સા પર કાબૂ રાખો. નહીંતર હાથ આવેલો અવસર પણ નીકળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને નોકરી વ્યાપારના મામલે મોટો ફાયદો થઇ શકે છે. આ દરમિયાન કેરિયરમાં અનેક સારા અવસર હાથ લાગી શકે છે. તાકાતનો ખોટો ઉપયોગ કરવાથી તમને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો આ દરમિયાન કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણથી લાભ મળી શકે છે. મકાન અથવા વાહન ખરીદવાનો યોગ છે. જોકે રોકાણ પહેલા કોઇ શુભચિંતક પાસે સલાહ જરૂર લો.
તુલા રાશિ
તુલા રાશિ પર પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ દરમિયાન શનિની પૂજા કરવાથી તમારી પરેશાની ઓછી થઇ શકે છે. શનિને શાંત રાખવા માટે ઉપાય કરો. અને ગરીબ લોકોની મદદ કરો.
વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકોને પણ આ દરમિયાન થોડી પરેશાની ઉઠાવવી પડી શકે છે. ભ્રમની સ્થિતિ બની રહી શકે છે. જે કારણે અવસરનો પુરો લાભ ઉઠાવવાથી તમે ચૂકી શકો છો. એવામાં ધેર્ય રાખો.
ધન રાશિ
ધન રાશિ પર શનિદેવની સાડાસાતી ચાલી રહી છે. દાંપતિય જીવનમાં મધુરતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. પ્રતિદ્વંદ્વી નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. ધનના મામલે પણ સ્થિતિ થોડા ખરાબ બની શકે છે.
મકર રાશિ
શનિ આ સમયે તમારી રાશિમાં છે. શનિ આ સમયે અસ્ત છે. આ રાશિમાં શનિની સાડાસાતી પણ ચાલી રહી છે. ધન પ્રાપ્ત કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડશે. મનને શાંત કરવાથી મુશ્કેલી સરળ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિ પર પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. જોકે તેનાથી તમને વધારે મુશ્કેલી થશે નહીં. આ દરમિયાન પ્રસન્ન રહેશો અને આગળ વધવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. ખોટું કાર્ય કરવાથી બચો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
મીન રાશિ
મીન રાશિના જાતકોને મિશ્ર પરિણામ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લડાઇ ઝઘડાથી દૂર રહોં. પરિવારના સદસ્યોની મદદ માટે આગળ આવો. વાણી દોષના કારણે નુકસાન ઉઠાવવું પડી શકે છે.