શનિવારે શનિદેવની ની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. શનિદેવની પૂજા કરવાથી તમામ દુખોમાંથી મુક્તિ મળે છે. સાથે જ જે લોકો પર શનિની સાડા સાતી ચાલતી હોય છે તેમને પણ શનિનાં પ્રકોપથી મુક્તિ મળે છે. કહેવાય છે કે, શનિદોષથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી આરંભ કરી 7 શનિવાર સુધી શનિદેવની પૂજા કરવાની સાથે સાથે ઉપવાસ કરવો જોઇએ. પૂર્ણ નિયમાનુસાર પૂજા અને વ્રત કરવાથી શનિદેવની કૃપા રહે છે.
હિન્દુધર્મ માન્યતાઓ પ્રમાણે દંડાધિકારી દેવતા શનિની વાંકી ચાલ અને ત્રાસી નજરથી કોઈની પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ કારણે જ શાસ્ત્રોમાં શનિવારનો દિવસ શનિની પ્રસન્નતા માટે શનિ પૂજા અને ઉપાસનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
શનિ ન્યાયના સ્વામી છે. શનિની પૂજા અર્ચના કરવા માટે કાળા અડદ અને સરસિયાનું તેલ અર્પણ કરવું જોઇએ. જેથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શનિની પૂજા હમેશાં વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને જ કરવી જોઇએ. કાળા અડદ, સરસિયાનું તેલ કીલ અને ચાંદીના સિક્કાનું દાન અવશ્ય શનિવારે કરવું જોઇએ. વૃદ્ધોની સેવા કરવાથી પણ શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
શનિદેવની પૂજા કરતી વખતે આ મંત્રો બોલવા
- ॐ शं शनिश्चराय नम:।
– ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:। - नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्।।
छायामार्तण्डसम्भूतं तं नमामी शनैश्चरम्।। - ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:, ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम: , सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:
શનિદેવને પ્રસન્ન કરવા માટે દથરથકૃત શનિ સ્ત્રોતનું વિશેષ મહત્વ છે. આ મંત્રના જાપ સાથે શનિદેવની પૂજાથી ખાસ ફળની પ્રાપ્તિ થાય છે. તો 7 શનિવાર માટે નીચે આપેલા ખાસ મંત્રનો જાપ કરવો. જેથી તમારી તમામ બાધાઓ દુર થશે.
दशरथकृत शनि स्तोत्र
नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ।।
नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।
नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।।
नम: पुष्कलगात्राय स्थूलरोम्णेऽथ
वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते।।
नमस्ते कोटराक्षाय दुर्निरीक्ष्याय वै नम:।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने।।
नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च।।
अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते।।
तपसा दग्धदेहाय नित्यं योगरताय च।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम:।।
ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात्।।
देवासुरमनुष्याश्च सिद्घविद्याधरोरगा:।
त्वया विलोकिता: सर्वे नाशंयान्ति समूलत:।।
प्रसाद कुरु मे देव वाराहोऽहमुपागत।
एवं स्तुतस्तद सौरिग्र्रहराजो महाबल:।।