દેશમાં પહેલીવાર કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી રહી છે. જી હા.. ઉત્તર પ્રદેશમાં મથુરાની શબનમન નામની મહિલાને ફાંસી આપાવમાં આવશે. પવન નામનો જલ્લાદ શબનમને ફાંસી આપવાનો છે. શબનમ અમરોહની રહેવાસી છે. તેના પર પરિવારના 7 સભ્યોની કુહાડી મારીને હત્યા કરવાનો આરોપ છે. આ કેસમાં તે દોષી સાબિત થતાં તેને ફાંસીની સજા કરવામાં આવી છે.

હાલ શબનમ જેલ છે. તાજેતરમાં જ શબનમે રાષ્ટ્રપતિને પત્ર લખીને તેની મૃત્યુદંડ માફ કરવાની અરજ કરી હતી. પરંતુ 15 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિએ શબનમની દયા અરજી નામંજૂર કરી હતી. જે બાદ ટૂંક સમયમાં શબનમને ફાંસી આપવાનો નિર્ણય લેવાયો હતો.
જો કે, શબનમને કઈ તારીખે ફાંસી આપવાની છે, તે અંગે હજી નિર્ણય લેવાયો પવન જલ્લાદે જણાવ્યું કે હતું, તે 6 મહિના પહેલા મથુરા જેલમાં ગયો હતો. જેલની હાલત ખૂબ જ ખરાબ હતી. દોષીને ફાંસી આપવામાં આવતી તે ફ્રેમ તૂટી ગઈ હતી. જે હવે સરખી કરાવવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, અમરોહના બબનખેડી ગામની રહેવાસી શબનમે 13 વર્ષ પહેલા તેના પ્રેમિ સલીત અલી, માતા હાશ્મી, ભાઈ અનીસ અહેમદ, તેની પત્ની અંજુમ, ભત્રીજી રબિયા અને ભાઇ રાશિદની સાથે અનીસના 10 મહિનાના પુત્ર અરશની હત્યા કરી હતી. શબનમે બધાને દવા આપીને બેભાન કરી દીધા હતા. ત્યારબાદ સૌની કુહાડી મારી હત્યા કરી દીધી હતી. બધાની હત્યા કર્યા બાદ શબનમે અર્શની ગળું દબાવી તેની હત્યા પણ કરી હતી. આ ઘટના 15 એપ્રિલ 2008 ના રોજ બની હતી.

પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, શબનમ ગર્ભવતી હતી. પરંતુ સલીમ સાથેના તેના લગ્ન માટે પરિવાર તૈયાર ન હતો. એટલે શબનમે પ્રેમી સલીમ સાથે મળીને અને આખા પરિવારની હત્યા કરી હતી. 15 જુલાઈ, 2010 ના રોજ ટ્રાયલ કોર્ટે આ બંનેને દોષી ઠેરવ્યા હતા અને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ પછી, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. શબનમે દીકરાને ટાંકીને માફી માંગી હતી. પરંતુ 2015માં યુપીના રાજ્યપાલ રામ નાઇકે પણ શબનમની દયા અરજીને ફગાવી દીધી હતી.
શબનમ જેલમાં હતી ત્યારે 14 ડિસેમ્બર, 2008 ના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો. 15 જુલાઈ 2015 ના રોજ તેમનો પુત્ર જેલમાંથી બહાર આવ્યો હતો. જે ઉસ્માન સૈફી અને તેની પત્નીને સોંપવામાં આવ્યો હતો. ઉસ્માન શબનમનો કોલેજનો મિત્ર અને બુલંદશહેરમાં એક પત્રકાર છે. પુત્રને ઉસ્માનને સોંપતી વખતે શબનમે બે શરતો મૂકી હતી. પહેલો એ કે તેના દીકરાને ક્યારેય તેના ગામમાં ન જવા દે. કારણ કે તેને જોખમછે અને બીજી શરત એ હતી કે, પુત્રનું નામ બદલી નાખે. ઉલ્લેખનીય છે કે, શબનમ હાલ રામપુર જેલમાં બંધ છે, જ્યારે તેનો પ્રેમી આગ્રા જેલમાં છે.