શાહી લગ્ન:મહેમાનોને 7 હજારની કંકોત્રી આપી 18 હજારની થાડી જમાડી, વિન્ટેજ કાર અને હાથીઓનું આકર્ષણ, ઐશ્વર્યાએ કરી ધમાકેદાર એન્ટ્રી
શાહી લગ્ન:મહેમાનોને 7 હજારની કંકોત્રી આપી 18 હજારની થાડી જમાડી, વિન્ટેજ કાર અને હાથીઓનું આકર્ષણ, ઐશ્વર્યાએ કરી ધમાકેદાર એન્ટ્રી

શાહી લગ્ન:મહેમાનોને 7 હજારની કંકોત્રી આપી 18 હજારની થાડી જમાડી, વિન્ટેજ કાર અને હાથીઓનું આકર્ષણ, ઐશ્વર્યાએ કરી ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના વૈભવી અને શાહી લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે કરવામાં આવ્યા છે. આ 3 દિવસના ફંક્શનમાં તમામ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહેમાનોને 7 હજારની કંકોત્રી અને 18 હજારની થાડી પીરસવામાં આવી હતી. આ શાહી લગ્નમાં વિન્ટેજ કાર અને હાથી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતાં જેમાં રજવાડીસ્ટાઇલથી હાથી ઘોડા અને ઊંટ તેમજ બેન્ડ તથા નગારાં સાથે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી. આ વૈભવી લગ્ન દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જય અને હિમાંશીને આપવામાં આવ્યું હતું. આ ગિફ્ટ બોક્સની સાઈઝ હતી 121212. આ ગિફ્ટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

શનિવારે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓનું રજવાડી સ્ટાઇલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ બોલાવી હતી. આ સાથે જ સચિન જિગર સહિતના કલાકારોએ પણ ધુમ મચાવી હતી..

ઉકાણી પરિવાર દ્વારકાધીશ શ્રીકૃષ્ણમાં ખુબ જ આસ્થા ધરાવે છે. જેથી મહેંદી અને સંગીત વિધિની શરૂઆત દ્વારકાધીશ શ્રી કૃષ્ણની આરાધના સાથે થઈ હતી. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે સાંજના 3.45 વાગ્યે રજવાડીસ્ટાઇલથી હાથી, ઘોડા, ઊંટ તેમજ નગર તથા બેન્ડ સાથે જાન પ્રસ્થાન થઇ હતી.

લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું હતું. જોધપુરની જે હોટલમાં આ લગ્ન યોજાયા હતા. ત્યાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઇ ગઇકાલે પરિવાર સાથે ચાર્ટર પ્લેનમાં જોધપુર જવા રવાના થયા હતા. સ્પાઇસજેટની 78 સીટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ મહેમાનોને લઈને ઉડાન ભરી હતી.

આ લગ્ન સમારંભની ખાસ બાબત છે કે એ ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું હતું. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે