અનેક પ્રયાસો છતાં ફરી એકવાર દેશના ઘણા રાજ્યોમાં કોરોનાવાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોવિડ -19 ના નવા કેસ જોવા મળી રહ્યા છે. આ વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર અનેક કડક પગલા લઈ રહી છે. આ દરમિયાન શિરડીના સાંઈ બાબા મંદિરના દર્શનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
સાંઇ બાબાના મંદિરે દર્શનનો આ નવો સમય રહેશે
કોરોનાના વધતા જતા કેસોને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ લાગું છે. તેથી, શિરડીના સાંઈ બાબા મંદિરમાં દર્શનના સમયને લગતી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમજ દરરોજ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા પણ ઘટાડો કરવામાં આવ્યો છે. શિરડીની સાંઈ બાબા મંદિરની સંસ્થા દ્વારા નિયત કરાયેલા નવા સમય મુજબ, ભક્તો સવારે 6.00 થી રાત્રે 9.00 વાગ્યે સાંઈ બાબાના દર્શન કરી શકશે.
ભક્તો સેજ આરતી અને કાકડ આરતીમાં ભાગ લઈ શકશે નહીં
કોરોના કેસમાં વધારો થવાને કારણે, અહમદનગર જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે અને લોકોને રતના 10 થી સવારના 5 વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. આ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ રાત્રે 10.30 વાગ્યે શિરડીના સાંઇ બાબા મંદિર અને સવારે 4.30 કલાકે કાકડ આરતીમાં આરતીમાં ભાગ લઈ શકશે નહીં. કોરોનાને કારણે, નાઇટ કર્ફ્યુ 15 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત ગુરુવારે નીકળતી સાંઈ બાબાની પાલકી પણ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2020 માં જ્યારે કોરોના વાયરસના કેસો ચરમસીમાએ હતા ત્યારે શિરડીનું સાંઇ બાબા મંદિર 17 માર્ચ 2020 થી 16 નવેમ્બર 2020 સુધી બંધ રહ્યું હતું.