Categories: દેશ

શિવસેના સાંસદે આ સુંદર મહિલા સાંસદને આપી એસિડ અટેકની ધમકી, સાંસદ રહી ચૂકી છે ટોપ મૉડલ

મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાની સુંદરતાના અનેક લોકો દિવાના છે. તે ભારતના સૌથી સુંદર સાંસદમાંની એક છે. જેટલા તેમના રાજકારણની જેટલી ચર્ચા નથી થતી એટલી તેમની સુંદરતાની ચર્ચા કરવામાં છે. તેમની સુંદરતા સામે તો બોલીવુડની હીરોઈન પણ પાણી ભરે છે. નવનીત કૌર રાણા રાજકારણમાં પ્રવેશતા પહેલા એક મૉડલ હતી.

નવનીત કૌર રાણા મૉડલિંગની દુનિયામાંથી ફિલ્મોમાં આવવા માંગતી હતી પરંતુ તેના નસીબ તેમને રાજકારણમાં લઈ જવા માગતું હતું. નવનીત કૌર રાણાએ લગ્ન પછી મોડેલિંગથી દૂર થઈ ગઈ હતી. જોકે તે ઘણી તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. નવનીત કૌર રાણાએ અત્યાર સુધી 6 મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે. તેનો જન્મ 3 જાન્યુઆરી 1986 ના રોજ થયો હતો. તે ફક્ત 12 ધોરણ સુધી જ ભણી છે. ત્યારબાદ તેણે સીધા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

2 ફેબ્રુઆરી 2011 ના રોજ, નવનીતે અમરાવતીમાં મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછી, તે રાજકારણમાં આવી હતી. સુંદરતા કારણે તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. હવે ફરી એકવાર નવનીત ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ તેની સુંદરતા નહીં પરંતુ તેમનો રાજકીય મુદ્દો છે. આ સાંસદે થોડા દિવસ પહેલા લોકસભામાં મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલા 100 કરોડ રૂપિયાની વસૂલાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે મહાવિકાસ અઘાડી સરકારને ઘેરી લીધી હતી.

આ બધા પછી, તેમણે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત પર આરોપ લગાવ્યો કે, તેમને એસિડ એટેકની ધમકી મળી છે. નવનીતે આ વાત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને જણાવી છે. તેમણે લખ્યું છે કે, માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની મહિલાઓ માટે તેનું અપમાન કરવામાં આવ્યું છે. હું ઈચ્છું છું કે પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરે.

એટલું જ નહીં નવનીત કૌર રાણાએ આ મામલે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ પત્ર લખ્યો છે. આ સાથે તેમણે ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે લોકો તેમની સફળતાથી નારાજ થવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, મેં પીએમ મોદી, અમિત શાહને આ ધમકીભર્યા પત્ર અને ગૃહમાં મારી સાથે બનેલી ઘટનાથી પરિચિત કર્યા છે.

નોંધનીય છે છે કે, નવનીત રાણાએ સંસદમાં મહારાષ્ટ્રના સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેના મુદ્દે પણ ચર્ચા કરી હતી. સચિન વાજે એ જ અધિકારી છે જેમણે વિસ્ફોટકથી ભરેલી કાર મુકેશ અંબાણીના ઘરની પાસે છોડી હતી. હાલ આ કેસમાં તે પોલીસની કેદમાં છે. આ સાથે થાણે ઉદ્યોગપતિ મનસુખ હિરેન હત્યા કેસમાં પણ તપાસ ચાલી રહી છે.

આ બધા સિવાય આ સુંદર સાંસદ રાણાએ માંગ કરી હતી કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારને છોડી દેવી જોઈએ. ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ રાણાએ આ વાત કહી હતી. રાણાએ વધુમાં કહ્યું કે, હું ઈમાનદારી સાથે લડતી હતી અને આગળ પણ ઈમાનદારીથી દરેક પરિસ્થિતિનો સામનો કરીશ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021