છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પ્રાઈવેસીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કારણ કે, હાલ લોકો વાસ્તવિક જીવન કરતાં સોશિયલ મીડિયા પરનું જીવન વધુ પસંદ છે. એટલે તેઓ પોતાની પર્સનલ લાઈફ પણ સોશિયલ મીડિયા શેર કરતાં હોઈ છે.
આજે સોશિયલ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. જેથી સોશિયલ મીડિયા પર પ્રાઈવેસી મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હાલમાં જ આ મુદ્દાને લઈને વ્હોટ્સ એપ પર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. કારણ કે, તેને એક પોલીસી તૈયાર કરી હતી. તે વ્યક્તિને પ્રાઈવેસીને ભંગ કરે છે. આવા જ કેટલાંક મુદ્દાઓને સરકારે પણ ગંભીરતાથી લીધા હતાં. સોશિયલ મીડિયા એપ કેટલાંક સૂચનો કર્યા હતા. ત્યારબાદ આ મામલો છેલ્લા કેટલાંક દિવસથી શાંત પડ્યો હતો. પરંતુ ગતરોજ
ટેલીકોમ મંત્રીએ જાહેર કરેલી ગાઈડલાઈનના કારણે પ્રાઈવેસીનો મુદ્દો ફરી એકાવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પરીણામે વ્હોટસએપનો પાયો ડમગમતો જોવા મળી રહ્યો છે.
હાલમાં જ સોશિયલ મીડિયાને લઇને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇ પણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકે છે. ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે ગાઇડલાઈન જાહેર કરી છે.
આ ગાઈડલાઈમાં મંત્રીએ ઘણા મુદ્દાઓ જણાવ્યા છે, જેમાંથી એક એ છે કે જો કોઈ સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરે છે, તો કંપનીએ તેના ઓરિજનલ સોર્સને શોધી કાઢે. પરંતુ વ્હોટ્સએપનું કહેવું છે કે, તે આ કરી શકતા નથી.વ્હોટ્સએ ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે, અમે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શનના કારણે તે કરી શકતા નથી. પરંતુ આ વખતે તે માંગ નથી, પંરતુ ગાઇડલાઈન છે.
જો વ્હોટ્સએપ આ ગાઈડલાઈનને અનુસરવાની ના પાડી દેશે તેનું પરિણામ શું આવશે તે જાણવું રસપ્રદ રહેશે. ઉલ્લેખનીય છે. વ્હોટ્સ એપને લઈને પહેલા સ્પષ્ટ કરી દેવાયું છે કે, વ્હોટસ એપ પર આ જાણકારી મેળવી શકાતી નથી કે, કોઈ પણ મેસેજનો ઓરિજનલ ડેટા ક્યાં છે. એવામાં વ્હોટસએપ ગાઈડાઈન નહીં માને તો સરકાર શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈને નજર મંડાયેલી છે.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.