જ્યોતિષ શાસ્ત્રમાં કોઇ વ્યક્તિની ખુબીઓ અને ખામીઓને જાણવા માટે અનેક પ્રકાર વિશે જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રની માનવામાં આવે તો હિન્દૂ ધર્મમાં દરેક વસ્તુનું એક વિશેષ મહત્વ હોય છે. જેના અનુસાર જણાવાયું છે કે, રાતમાં જન્મ લેનારા બાળકો દિવસે જન્મ લેનારા બાળકોની ઉપેક્ષાએ વધારે ભાગ્યશાળી હોય છે. તો ચાલો આ વાતને સમગ્ર વિસ્તારથી જાણીએ.
હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં દરેક નાની મોટી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં વ્યક્તિના જન્મ આધારિત ગ્રહો અનુસાર જ તેના જીવનની રૂપરેખા તૈયાર થાય છે. અને એ અનુરૂપ તેના જીવનમાં અલગ અલગ પરિવર્તન આવે છે. અને વિકાસ થાય છે. કહેવામાં આવે છે કે દિવસે જન્મેલા બાળકોની તુલનામાં રાતના સમયે જન્મેલા બાળકો વધારે ભાગ્યશાળી હોય છે. તેમને પોતાની કિસ્મતનો પુરો સાથ મળે છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર રાતમાં જન્મ લેનારા બાળકો દિવસે જન્મેલા બાળકોની અપેક્ષાએ વધારે સારા હોય છે. તેઓ કોઇપણ નિર્ણય જલ્દબાજીમાં લેતા નથી. પરંતુ પહેલા એ વસ્તુ વિશે સારી રીતે સમજી વિચારીને કરે છે. તેની તપાસ કરે છે. અને એ બાદ નિર્ણય કરે છે.
આ સિવાય રાતમાં જન્મ લેનારા બાળકોના વિચારવાની અને સમજવાની ક્ષમતા દિવસમાં જન્મ લેનારા લોકોની અપેક્ષાએ ખુબ જ વધારે હોય છે. રાતમાં જન્મ લેનારા બાળકો મોટાભાગે આ ગુણ હોય છે. કે તેઓ કોઇ નવા કામ કરવા માટે પોતાની પુરી જાન લગાવી દે છે. એટલે કે તે મહેનતી હોય છે.
હાલમાં જ થયેલા એક રિસર્ચમાં એ વાત સામે આવી છે. કે રાતે જન્મ લેનારા બાળકો પોતાના ભવિષ્યમાં આગળ ચાલીને વધારે જવાબદાર બને છે. તે કોઇપણ કામને ત્યારે કરે છે. જ્યાં સુધી તેનું પરિણામ ન મળે, આ લોકો ક્યારેય હાર માનતા નથી. કોઇપણ વસ્તુ વિશે સંપૂર્ણ જાણકારી લીધા વિના બોલવાનું પસંદ કરતા નથી. આ કારણે તે લોકો બીજાથી વધારે સારા હોય છે. તેમને પોતાની જવાબદારીનો અહેસાસ હોય છે. અને તે પુરી શિદ્દતની સાથે પુરુ કરે છે. આ પુરી ઇમાનદારી સાથે પોતાની જવાબદારી અને કર્તવ્યનું પાલન કરે છે.