જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ એમ કુલ નવ ગ્રહ જણાવવામાં આવ્યાં છે. જે અલગ અલગ રાશિમાં અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. જો કુંડળીમાં ગુરૂ ગ્રહ બૃહસ્પતિથી સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે ખાસ પૂજા કરવામાં આવે છે. બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન, આર્થિક સંકળામણ અને ભાગ્યના કારક ગ્રહ છે.
અપનાવો આ પાંચ ઉપાય
- ગુરૂવારે વ્રત રાખવું. જેમા પીળા વસ્ત્ર પહેરવા અને મીઠા વગરનું ભોજન કરો. ભોજનમાં બેસનના લાડુ, કેરી, કેળા વગેરેને સામેલ કરવા શામેલ
- ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે તેના ફોટોને પીળા વસ્ત્ર પર બેસાડો. ત્યાર બાદ મંત્રોચ્ચારથી પૂજા કરવી. પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીળા પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો.
- ગુરૂ મંત્રના જાપ કરો. મંત્ર -ૐ બૃ બૃહસ્પતયે નમ: મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 વાર કરવી.
- ગુરૂ સાથે સંકળાયેલી વસ્તુઓનું ખાસ દાન કરવું. જેમ કે સોનું, હળદર, ચણાની દાળ, વગેરે
- શિવજીને બેસનના લાડુનો ભોગ ધરાવવો
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત કરવો જોઈએ. આ સાથે જ આર્થિક મંદીથી કંટાળી રહ્યાં હોય તો પણ ગુરૂવારે ખાસ વ્રત રાખવું.
આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું
- સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.
- ભોજન પણ ચણાની દાળ હોવી જોઈએ. મીઠું નહી ખાવું જોઈએ.
- ભગવાનનું પૂજન કર્યાં પછી કથા સાંભળવી જોઈએ.
- ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવું જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.