શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર અને તેમના મોટા ભાઈ બલરામ શેષનાગના અવતાર હતા. બલરામ કેટલો શક્તિશાળી હતો તેનાથી દરેક જણ પરિચિત છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમની મોહક સ્મિત અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા. બલરામ તેમની શક્તિ અને ક્રોધ માટે પણ ઓળખાતા હતાં. આમ, બલરામ આટલા બધા શક્તિશાળી હોવા છતાં મહાભારત યુદ્ધનો ભાગ કેમ નથી? આ પ્રશ્ન સહજ છે. તો આજે અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપી રહ્યાં.
જી હા..મહાભારતના યુદ્ધ કુરુક્ષેત્રમાં કૌરવો-પાંડવો વચ્ચે 18 દિવસ ચાલ્યું હતું., આપણે બધા આ જાણીએ છીએ.યુ દ્ધ સાથે જોડાયેલી એવી ઘણી બાબતો છે જે બહુ પ્રખ્યાત નથી અને તેમાંથી એક છે બલરામનું યુદ્ધમાં ન જોડાવાનું કારણ.
આ કારણે બલારામ યુદ્ધમાં જોડાયો ન હતો…
પાંડવ પુત્ર ભીમ (ભીમ) અને ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન (દુર્યોધન) – જે બંનેના ગુરુ બલરામ હતા. આ બંનેએ તેમને પાસેથી ગદાની તાલીમ લીધી હતી. જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું, ત્યારે તેઓ કોઈ પણ બાજુથી ભાગ લેવા માંગતા ન હતા અને એકના લીધે બીજાની સાથે અન્યાય કરવા માંગતા ન હતા. બલરામે શ્રી કૃષ્ણને એમ પણ કહ્યું હતું કે,તેઓ આ યુદ્ધનો ભાગનો બનશે નહીં.
બલારામે દુર્યોધનને પહેલેથી જ વચન આપ્યું હતું કે, શ્રી કૃષ્ણ અને તેઓ મહાભારતના યુદ્ધમાં ભાગ લેશે નહીં. સાથે-સાથે તેમણે બલરામે કૃષ્ણ પાસેથી પણ વચન લીધું હતું કે, તે યુદ્ધમાં શસ્ત્રનો ઉપયોગ કરશે નહીં. એટલે કૃષ્ણ અર્જુનનો સારથિ બન્યા હતા. એક તરફ, નાના અને મોટા રાજ્યોના સેંકડો રાજાઓએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો. કૌરવોની સાથે, કૃષ્ણની નારાયણી સૈન્ય સહિત 11 અશુરોહિની સૈન્ય હતી. જ્યારે બીજી બાજુ પાંડવો સાથે માત્ર 8 આશ્રોહિની સૈન્ય હતી. તેમ છતાં, બલારામે યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને તીર્થયાત્રા પર નીકળી ગયા હતાં.
જ્યારે બલરામ પાંડવો પાસે પહોંચ્યો
મહાભારતમાં જણાવ્યાનુસા,ર યુદ્ધના એક દિવસ પહેલા બલરામ પાંડવોને મળવા ગયો હતો. પાંડવોને આશા હતી કે, તેઓ પોતાનો નિર્ણય બદલશે અને યુદ્ધમાં જોડાશે. પરંતુ બલરામે ઉદાસ હૃદયથી કહ્યું, ‘મને યુદ્ધમાં કોઈ રસ નથી. ભીમ અને દુર્યોધન બંને મારા શિષ્યો છે. કૃષ્ણ પણ મારા વિરુદ્ધ છે, ત્યારે હું આ યુદ્ધ કેવી રીતે ભાગ લઈ શકું? તેથી, હું યુદ્ધમાં ભાગ લઈશ નહીં.
I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?