શ્વાસમાંથી આવતી દુર્ગંધ એ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ તે ચોક્કસપણે તમારા વ્યક્તિત્વને અસર કરે છે. આ કારણે લોકોને શરમનો સામનો કરવો પડે છે. કોગળા કરીને અસ્થાયીરૂપે સમસ્યામાંથી છૂટકારો મેળવવો શક્ય છે, પરંતુ આ જુગાડ બધી જગ્યાએ ઉપયોગી સાબિત થતો નથી. જો તમે પણ મોઢામાં આવતી દુર્ગંધથી પીડાતા હોવ તો આ થોડી ટીપ્સ તમારા માટે અનુકૂળ સાબિત થશે.
પાણી
તમે પહેલાથી જ જાણો છો કે, પીવાનું પાણી ફાયદાકારક છે. મગજની તંદુરસ્તી વધારવાથી માંડીને ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારવા સુધી, પાણી તમને હાઇડ્રેટેડ રાખે છે. સાથે તે શ્વાસ માટે કુદરતી ફ્રેશનર તરીકે પણ કાર્ય કરે છે. પાણી મોઢાની નમીને જાળવી રાખે છે. જીભ પર ખોરાકની મૃત કોષિકાને એકઠી થવા દેતું નથી. જે મોઢામાં બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવશે.
દહીં
દહીંમાં હાજર બેક્ટેરિયા પાચક તંત્રને મદદ કરે છે, ખાસ કરીને દૂધમાંથી બનેલા ઉત્પાદનોને પચાવવામાં. આ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યાને ઓછી કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સજોવા મળે છે અને તે સારા બેક્ટેરિયા છે, જે તમારા મોંઢામાં ખરાબ બેક્ટેરિયાની સંખ્યાને સારા બેક્ટેરિયામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. સારા બેક્ટેરિયાની તંદુરસ્ત સંખ્યા તમારા શ્વાસને કુદરતી રીતે તાજી કરશે.
દૂધ
દહીંની સાથે દૂધ પણ ખરાબ શ્વાસ સામે લડવામાં મદદ કરી શકે છે. દૂધમાં હાજર ચરબી અને પાણીના શ્વાસને તાજગી આપવાની ક્ષમતા છે. ખાસ કરીને ડુંગળી અને લસણની દુર્ગંધ દૂર કરવા માટે દૂધ ખૂબ ફાયદાકારક છે.
ગ્રીન ટી
સંશોધન દ્વારા સાબિત થયું છે કે,ગ્રીન ટીમાં હાજર પોલિફેનોલ પ્રાકૃતિક રીતે શ્વાસને તાજી રાખવામાં મદદ કરે છે. આ સિવાય, તે દાંતને સડતા રોકે છે, વિશિષ્ટ પ્રકારના મોંના કેન્સર સામે લડવામાં અને વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓકિસડન્ટો મોઢામાં આવતી દુર્ગંધ માટે જવાબદાર બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ કરે છે.
સફરજન
જો તમને લસણ ખાવાનું પસંદ છે, તો પછી તમે સફરજન ખાઓ. તે લસણ દ્વારા ઉત્પન્ન થયેલા શ્વાસમાં નીકળતી ખરાબ દુર્ગંધ સામે લડે છે. રીસર્ચ મુજબ, સફરજન ખાનારા લોકોને શ્વાસ આવતી દુર્ગધની સમસ્યા 30 મિનિટમાં ઓછી કરી નાખે છે.