કહેવાય છે કે આપણા ખોરાકમાં ફળ અને શાકભાજી આપણા સ્વાસ્થય માટે સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે બંનેમાં પૌષ્ટિક મિનરલ્સ હોય છે. જેની તેની અસર સ્વાસ્થ્ય પર ખુબ સારી થાય છે. પણ શું તમે જાણો છો કે ફળ ખાવાની એક ચોક્કસ પ્રકારની રીત હોય છે અને ચોક્કસ સમય પણ હોય છે. જો તેને સાચી રીતે ખાવામાં ન આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે. તેમાં પણ ફળ ખાધા પછી ક્યારે પાણી પીવું જોઈએ અને ક્યારે નહીં તે પણ ખુબ મહત્વનું છે. ત્યારે આવો જાણીએ ફ્રુટ ખાધા પછી પાણી પીવુ જોઈએ કે નહીં તે મામલે આયુર્વેદ શું કહે છે…..

જાણો ફ્રુટ ખાધા પછી પાણી પીવુ કે ન પીવું તેના પર વડીલો શું કહે છે?
કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. હકિકત એ છે કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ નહીં. તેની પાછળ પણ એક કારણ છે.

ફ્રુટ ખાધા પછી પાણી પીવું કે નહી?
ફ્રુટ ખાવું આપણા સ્વાસ્થય માટે ખુબ સારૂ છે. ફળમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે. જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફળ ખાધા પછી પાણી પીવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે.

ફળ ખાધા પછી પેટ તેને પચાવવા માટે એસિડ બનાવે છે
ફ્રુટમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે. ફળ ખાધા પછી પેટ તેને પચાવવા માટે એસિડ બનાવે છે. એવામાં ફળ પણ ઘણા પ્રકારના એસિડ બનાવે છે. એવામાં તમે પાણી પીવો છો તો પેટમાં એસિડની માત્રા વધી જાય છે. ફળમાં પાણીની માત્રા વધી હોય છે. જેથી ફળ ખાધા પછી પેટમાં પાણીનું લેવલ વધી જાય છે.

ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો શું થાય?
એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.
Awesome post! Goa is just an amazing travel destination, I really like to this article it’s very interesting and informative. The pictures are very beautiful, thanks for your amazing travel guide. Your photos are mind-blowing.greatinformation about goa tour keep it upandkeep shearing the good articles with us