બોલિવૂડના જાણીતા અભિનેતા સંજય દત્તે ત્રણ લગ્નો કર્યા છે. તેમણે પ્રથમ લગ્ન વર્ષ 1987 માં કર્યું અને આ લગ્ન દ્વારા તેમની પુત્રી ત્રિશલા છે. રિચા શર્માનું ત્રિશલાના જન્મના થોડા વર્ષો પછી જ નિધન થયું હતું.
આ પછી સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે લગ્ન કરી લીધાં પરંતુ આ લગ્ન વધુ સમય સુધી ટકી શક્યા નહીં અને જલ્દીથી તેમના છૂટાછેડા થઈ ગયા. રિયાથી છૂટાછેડા પછી સંજયે 2008 માં એક પુત્ર અને પુત્રીને છોડીને માન્યતા સાથે લગ્ન કર્યા હતા. આજે આપણે સંજયની મોટી પુત્રી ત્રિશાલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
સંજયની મોટી પુત્રી ત્રિશલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તે તેના અંગત જીવન સાથે જોડાયેલા રહસ્યો શેર કરે છે. હાલમાં જ તેણે તેના જીવન સાથે સંકળાયેલ એક એક મોટું રહસ્ય ખોલ્યું છે. જેને સાંભળીને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચાલો આપણે જાણીએ કે ત્રિશલાએ શું ખુલાસો કર્યો છે…

ત્રિશલાએ પોતાનું દુઃખ શેર કર્યુ
ત્રિશલા દત્તે તાજેતરમાં જ તેના જીવન સાથે સંબંધિત એક ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે ખૂબ જ કડવા સંબંધમાં રહી છે. તેણે કહ્યું કે જ્યારે તે સંબંધમાં હતી ત્યારે તેના બોયફ્રેન્ડનો રોજ તેની સાથે કચરા જેવું અને ખૂબ જ અન્યાયિક વર્તન કરતો હતો. ત્રિશલાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. આ ખુલાસો પછી ત્રિશલાના ચાહકો એકદમ આશ્ચર્યચકિત છે.
ત્રિશલા દત્તે તેના ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં આસ્ક મી સેશન ભજવ્યું હતું. આ સમય દરમિયાન, તેમણે તેમના અંગત જીવનને લગતા કેટલાક કડવા અનુભવો વિશે જણાવ્યું. બસ ત્યારે જ તેના એક ચાહકે સવાલ કર્યો કે શું તમે ક્યારેય સંબંધમાં ભૂલ કરી છે? આ સવાલના જવાબમાં ત્રિશલાએ કહ્યું હતું કે,હાલ તે પોતાને જ ડેટ કરી રહી છે.

ત્રિશલાએ કહ્યું કે, તેના પ્રેમી દ્વારા સંબંધ બચાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. ત્રિશલાના કહેવા મુજબ, તેના ભૂતપૂર્વ પ્રેમીએ તેની સાથે લાંબા સમય સુધી કચરાની જેમ વર્તન કરતો હતો. આ સમયે તે તેના જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. મેં વિચાર્યું કે કદાચ કાલે સારું રહેશે પણ કાલ ક્યારેય આવ્યો જ નહીં અને સંબંધોમાં અણબનાવ વધતો રહ્યો.
ત્રિશલા દત્ત અહીંથી અટકી નહીં તેણે આગળ કહ્યું કે, જ્યારે મારા પૂર્વ બોયફ્રેન્ડ મારી સાથે ખોટુ વર્તન કર્યું હતું છે, ત્યારે હું પણ તેના માટે જવાબદાર હતી કારણ કે, તે સમયે મેં મારી જાત માટે લડાઈ ન કરી અને મારી થતું આવું ખરાબ વર્તન સહન કરતી રહી. જો કે, હવે હું મારી ભૂલથી શીખી ગઈ છું. હવે કોઈને મારી સાથે અન્યાય નહીં કરવા દઉં
તમને જણાવી દઈએ કે, વર્ષ 2019 માં ત્રિશલા દત્તે એક દુર્ઘટનામાં પોતાનો એક બોયફ્રેન્ડ ગુમાવ્યો હતો અને ત્રિશલા આજદિન સુધી તેના બોયફ્રેન્ડને ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી શકી નથી.