સત સત નમન આ IPS ઓફિસરને, આંગણવાડીને મોડલ આંગણવાડીમાં ફેરવી નાખી, કહ્યું બાળકોને આની વધુ….
સત સત નમન આ IPS ઓફિસરને, આંગણવાડીને મોડલ આંગણવાડીમાં ફેરવી નાખી, કહ્યું બાળકોને આની વધુ….

સત સત નમન આ IPS ઓફિસરને, આંગણવાડીને મોડલ આંગણવાડીમાં ફેરવી નાખી, કહ્યું બાળકોને આની વધુ….

સિવિલ સેવામાં ફરજ બજાવી રહેલા IPS ગરિમાસિંહ હંમેશા ચર્ચાનો વિષય બનેલા રહે છે. પહેલા IPS અને હવે IAS બનેલા ગરિમાસિંહએ એક એવુ કામ કર્યું છે કે જે જોઈને તમે પણ કહેશો કે વાહ… આ IAS અધિકારીને સલામી આપવી પડે.

IPS અધિકારીએ વર્ષ 2018માં આંગણવાડી કેન્દ્રને બાળકો માટે ડિઝનીલેન્ડ જેવુ બનાવી દીધુ હતું. આપણે સૌ જાણીએ છીએ કે બાળકના ભણતરની શરૂઆત પ્લે હાઉસથી થાય છે એટલે કે આંગણવાડીથી. ત્યારે બાળકને પહેલા તો ભણવા જવામાં ડર લાગે છે. ઘણા પ્રકારના નાટક કરે છે ન જવા માટે. ત્યારે આ IPS અધિકારીએ આંગણવાડીને મોડલ આંગણવાડીમાં ફેરવી નાખી કે બાળકો હોંશે હોંશે આંગણવાડીમાં આવે છે.

ગરિમાસિંહે આ આંગણવાડીને મોડલ આંગણવાડીમાં ફેરવી નાખી છે. આ આંગણવાડીને ડિઝનીહાઉસ જેવી બનાવી દીધી છે. ગરિમાસિંહ અત્યારે ઝારખંડના હજારી બાગ જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે તૈનાત છે. ગરિમા મૂળ યુપીના બલિયાના કથૌલીના રહેવાસી છે.

સમગ્ર મામલે ગરિમાસિંહ સાથે વાતચિત કરી તો તેને જણાવ્યું હતું કે અહિંયા આંગણવાડની હાલત ખુબ ખરાબ થઈ ગઈ હતી. જેથી બાળકોને પણ ન ગમે. જેથી મે વિઝિટી કરીને નવી આંગણવાડી બનાવવાનું નક્કી કર્યું હતું.

આ આંગણવાડીને રિનોવેટ કરવામાં 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો હતો. અહિંયા ચેર, પુસ્તક વગેરે વ્યવસ્થા કરવામાં આવી હતી. કારણ કે આ ગરિમાસિંહે કહ્યું કે આ ફેરફેરા બાળકો માટે ખુબ જરૂરી હતો.

આઈપીએસ ગરિમા સિંહ હાલ ઝાંસીની સુરક્ષા વ્યવસ્થા સંભાળી સંભાળી હતી. તે બલિયા જિલ્લાનાં નાનકડા ગામ કથૌલીની રહેવાસી છે. ગરિમાનું સપનું પહેલેથી IPS બનવાનું ન્હોતું, તે MBBSનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માગતી હતી. ગરિમાએ જણાવ્યુ હતું કે, ‘મારા પપ્પા ઓમકાર નાથ સિંહ એન્જીનિયર છે. તે ઈચ્છતા હતા કે હું સિવિલ સર્વિસીઝમાં જઉ. માત્ર તેમના કહેવાથી મે તૈયારી શરૂ કરી દીધી હતી.’

ગરિમાએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી BA અને MAનો અભ્યાસ કર્યો છે. તેણે પહેલીવાર 2012માં સિવિલ સર્વિસીઝની એક્ઝામ આપી હતી અને ત્યારે તેની પસંદગી IPSમાં થઈ ગઈ. લખનઉમાં 2 વર્ષ સુધી અંડરટ્રેનિંગ એએસપી તરીકે રહેલી ગરિમા ઝાંસીમાં એસપી સિટી તરીકે લોકપ્રિય થઈ રહી છે.

સમસ્યાગ્રસ્ત લોકો સાથે એકદમ શિષ્ટાપૂર્વકની વર્ણતૂકથી તેમની મુશ્કેલીઓ સાંભળવા જેવી બાબતો તેને લોકપ્રિય બનાવી રહી છે. તેમની આવડત જોઈને તેને લખનઉનાં બહુચર્ચિત મોહનલાલ ગંજ રેપ કેસની તપાસ ટીમમાં સામેલ કરવામાં આવી હતી. તેણે આ કેસ પર ઘણી રાત્રીઓ જાગીને કામ કર્યું. આ સિવાય તેઓએ મહિલા હેલ્પલાઈન 1090ની સ્થાપના કરવામાં પણ યોગદાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *