લોકડાઉન દરમિયાન બોલિવુડ એક્ટર સોનુ સૂદે લોકોની મદદ કરવાની એક પહેલ શરૂ કરી હતી. જે હાલ પણ નિરંતરપણે ચાલી રહી છે. હવે તે ઝારખંડના ધનબાદની નેશનલ શૂટરની મદદ કરવા માટે આગળ આવ્યાં છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ફરી એકવાર વખાણ થઈ રહ્યાં છે.
11th Jharkhand State Rifle Shooting Championship-2020 me one gold and one silver jeeta hai maine magar jharkhand government se koi help nahi mila hai abhi tak pls help for one rifle @HemantSorenJMM @SonuSood @SportsJharkhand @ourcmo pic.twitter.com/sScD4saNFR
— Konica Layak (@konica_layak) January 27, 2021
મળતી માહિતી અનુસાર, ધનબાદની શૂટર કોનિકા લાયકે સોનુ સૂદ પાસે ટ્વિટર દ્વારા મદદ માગી હતી. તેણે કેટલીક તસ્વીરો શેર કરતાં લખ્યું હતું કે, 11મી ઝારખંડ સ્ટેટ રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2020માં એક ગોલ્ડ અને એક સિલ્વર મેળવ્યો હતો. પરંતુ અત્યાર સુધી તેને ઝારખંડ સરકાર પાસેથી કોઈ મદદ મળી નથી. પ્લીઝ તમે એક રાઈફલની મદદ કરી દો.
में आपको राइफल दूंगा।
— sonu sood (@SonuSood) March 10, 2021
आप देश को मेडल दे देना।
आपकी rifle आप तक पहुंच जाएगी। @SoodFoundation https://t.co/4JFXdrQl2l
સોનુ સૂદે આપ્યો જવાબ..
આ ટ્વીટનો જવાબ આપતાં સોનુ સૂદે લખ્યું હતું કે, હું તમને રાઈફલ આપીશ. તમે દેશને મેડલ આપો, તમારી રાઈફલ જલ્દી જ પહોંચી જશે. નોંધનીય છે કે, કોનિકા ઉધારની રાઈફલથી મેચ રમી રહી છે.
જર્મનીથી આવશે રાઈફલ
કોનિકા જણાવ્યું હતું કે, અત્યારસુધી લોકોએ તેને 1 લાખ 66 હજાર રૂપિયાની મદદ કરી છે. પરંતુ બાકીના પૈસાનો બંદોબસ્ત થઈ શક્યો નહોતો. હવે સોનુ સૂદ દ્વારા તેને એક કંપની દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી કોનિકાની રાઈફલ મંગાવી છે. તેઓ આ કંપીને સીધુ જ પેમેન્ટ કરશે. કોનિકાની રાઈફલ જર્મનીમાંથી આવશે. જેને આવતા 75 દિવસનો સમય લાગશે.
નેશનલ ક્વાલિફાઈડ કરી ચૂકી છે કોનિકા…
ધનસાર વિસ્તારમાં રહેનાર કોનિકા લાયક શ્રેષ્ઠ રાઈફલ શૂટિંગ ખેલાડીમાંથી એક છે. તે ભારત તરફથી ઓલોમ્પિક્સ રમીને ભારતનું નામ રોશન કરવા માગે છે. તેને નેશનલ માટે 2016-17 અને18 ક્વોલિફાઈ પર કરી ચૂકી છે. પરંતુ કેટલાંક પોઈન્ટ્સ ઓછા હોવાના કારણે તેને ઈન્ડિય ટીમમાં સામેલ થવાની તક મળી નહોતી. જેનું સૌથી મોટુ કારણ રાઈફલ ન મળવાનું હતું.