હિન્દુ ધર્મમાં ચંદ્રની કળાઓને વિશેષ માનવમાં આવે છે. જેથી અમાસ અને પૂનમનું પણ ખાસ મહત્વ હોય છે. પૂનમના દિવસને સકારાત્મક ઉર્જા માટે વિશેષ માનવામાં આવે છે. જ્યારે અમાસને નકારાત્મક ઉર્જા માટે માનવામાં આવે છે. પણ તેનો પ્રભાવ પણ દિવસના આધાર પર વિશેષ વિભાજન કરવામાં આવ્યું છે. એવામાં હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનાર અમાસ એટલે કે ચૈત્ર અમાસ 12 એપ્રિલને સોમવારે પડે છે.
હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું મહત્વ પણ છે. આ દિવસે સ્નાન, દાન અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. દર અમાસની જેમ ચૈત્ર અમાસના દિવસે પૂર્વજોના પૂજનનું વિધાન છે. જ્યારે આ વખતે સોમવારે અમાસ આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. કહેવાય છે કે પતિના દિર્ઘાયુની કામના માટે મહિલાઓ આ વ્રત રાખે છે.
ચૈત્ર અમાસ મુહૂર્ત 2021
એપ્રિલ 11,2021એ સવારે 06-05 વાગ્યાથી અમાસનો પ્રારંભ
એપ્રિલ 12, 2021એ 08-02 પર અમાસ સમાપ્ત
વર્ષની છેલ્લી અમાસ
આ અમાસ એટલા માટે ખાસ છે કારણ કે આ અમાસ વર્ષની છેલ્લી અમાસ છે. 2021 એટલે કે સંવત 2077ની આ છેલ્લી અમાસ છે. જે બાદ આખા વર્ષ સુધી સોમવતી અમાસ આવશે. નહી. એવામાં 12 એપ્રિલને સોમવારે પિતૃને પ્રસન્ન કરવા, પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવવી આશીર્વાદ પ્રાપ્ત કરવા.
અમાસનું મહત્વ
અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોવાથી આ દિવસે પિતૃકર્મ કરવાનું પ્રાવધાન છે. પરંતુ ચૈત્ર માસની અમાસની તિથિ અત્યંત ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરેલા પુણ્યકર્મનું ફળ અનેકગણું મળે છે. આ દિવસે પિતૃઓને તૃપ્ત કરવાથી સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે પિતૃના અવસાન સમયે જો કોઈ કારણોસર પિતૃકર્મ કરી શકાય નહીં તો ચૈત્રી અમાસના દિવસે આ કાર્ય કરવું જોઈએ. આ દિવસે સૂર્યને અર્ધ્ય આપી અને દિવસની શરૂઆત કરવી જોઈએ. આ દિવસે નદીમાં સ્નાન કરવાનું પણ ખાસ મહત્વ છે.
અમાસની વિધિ
ચૈત્ર અમાસ દરમિયાન સ્નાન-દાનનું વધારે મહત્ત્વ હોય છે. આ દરમિયાન નદીઓમાં નાહવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે નદીઓમાં નાહવું સંભવ નથી. જેથી ઘરમાં જ ચૈત્ર અમાસનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકાય છે. સૂર્યોદય સમયે જાગવું. દૈનિક ક્રિયાથી મુક્ત થઇને નાહવાના જળમાં નર્મદા કે ગંગા જેવી પવિત્ર નદીઓનું જળ મિક્સ કરી લો. તેમાં થોડાં તલ પણ મિક્સ કરો. આ જળથી સ્નાન કરતી વખતે 7 પવિત્ર નદીઓ, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીને પ્રણામ કરો. મહામારી અથવા વિપરિત પરિસ્થિતિઓ દરમિયાન આ રીતે સ્નાન કરવાથી તીર્થ સ્નાનું ફળ મળે છે.
હવે 2079માં આવશે સોમવતી અમાસ
જાણકારો મુજબ સંવત 2078 13 એપ્રિલ 2021થી શરૂ થશે. આ વર્ષમાં એક પણ સોમવતી અમાસ નથી. એટલે કે આવતા વર્ષે સવંત 2079માં એટલે કે 725 દિવસ બાદ સોમવતી અમાસ આવશે.સોમવતી અમાસ 20 મે 2022ના ભાદ્રપદ માસમાં આવશે.