સામાન્ય રીતે તમે ખોટી જગ્યાએ પાર્કિગ કરવા, ઓવર સ્વીડમાં ગાડી ચલાવવા અને આજકાલ માસ્ક ન પહેરવા પર પોલીસને ચલણ કાપતા જોયા હશે. પણ આજે અમે તમને એક વિચિત્ર ઘટના વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.
જી હા., આ ઘટનાને તમે તંત્રની ભૂલ કહો, પછી તેની બેદરકારી. વાત એવી છે કે, તમે પોલીસને ટૂ વ્હીલર પર હલ્મેટ ન પહેરવામાં પર ચલણ કાપતાં જોયા હશે, પણ શું તમે ક્યારેય કાર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા પર કોઈને ફાઈન ભરતા જોયા છે? પણ આજે અમે તમને ગાઝિયાબાદની એક એવી ઘટના વિશે જણાવવા છે જેમાં પોલીસે કારની અંદર હેલ્મેટ ન પહેરાવા કારચાલકને દંડ ફટાકાર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ગાઝિયાબાદના નંદગ્રામનો રહેવાસી સુરેશ કુમારે જણાવ્યું હતું કે, તેની પાસે એક મેમો પહોંચ્યો છે. જે 10 મહિના પહેલાનો જુનો મેમો હતો. મેમોમાં તેનો કારની અંદર બેઠેલો ફોટો છે. પંરતુ જે ચલણ તેની પાસે આવ્યુ હતું, તેમાં હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યુ છે. જેને જોઈને સુરેશે કહ્યું કે, ચલણમાં 19 એપ્રિલ 2020ની તારીખ લખી છે. તેણે કહ્યું કે, જયારે કાર ચલાવતા હોય ત્યારે હેલ્મેટ કેવી રીતે પહેરી શકાય. કાર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવાનો કોઈ નિયમ નથી. જો આવો કોઈ નિયમ ગાઝીયાબાદ ટ્રાફિક પોલીસે બનાવ્યો છે તો તે લોકોને જાગ્રત કરે.
તેણે ઓફિસર પાસે માંગ કરી છે કે, આ ચલણને કેંસલ કરવામાં આવે. તો અઘિકારીઓનું કહેવુ છે કે, ફરિયાદ મળવા પર આ મામલાની તપાસ કરાશે અને ચલણ કાપવાવાળા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
I know this web site offers quality based articles and extra information, is there anyother web site which offers such information in quality?