જ્યોતિષ શાસ્ત્રની વાત કરવામાં આવે તો આ સપ્તાહમાં ગ્રહોની ચાલ કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ રહેશે. તેનાથી તમામ રાશિઓ માટે લવ લાઇફમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળી શકે છે. આજે આ વિષયમાં જાણવાની કોશિશ કરીશું. સાપ્તાહિક લવ રાશિફળ વિશે આ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી 2021 સુધી કઇ રાશિઓની લવ લાઇફ કેવી રહેશે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ.
મેષ, સિંહ અને ધન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સપ્તાહ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી 2021 સુધી આ સમય મેષ, સિંહ અને ધન રાશિની લવ લાઇફ માટે સૌથી સારી રહેનારી છે. તેની કુંડળીમાં ચંદ્રમાં બીજા અને શુક્ર પંચમ ભાવમાં રહેશે. જેનાથી તેને પ્રેમ જ પ્રેમ મલી શકે છે. પ્રેમી પ્રેમિકા નજીક આવી શકે છે. આ રાશિના જાતકો એક સફળ લવ લાઇફનો આનંદ લઇ શકે છે. તેમાં પ્રેમ જીવન પર રાધા કૃષ્ણની કૃપા બની રહેશે.
વૃષ, કન્યા અને મકર રાશિ
સપ્તાહના શરૂઆતના સમયમાં વૃષ, કન્યા અને મકર રાશિના લવ લાઇફમાં ગ્રહોની ચાલ અશુભ છે. જેનાથી લવ લાઇફમાં થોડી પરેશાની આવી શકે છે. પરંતુ સપ્તાહના અંતનો સમય તેમના માટે ખુબ ખાસ રહેવાનો છે. તેમને મનગમતો પ્રેમ મળી શકે છે. પ્રેમી પ્રેમિકાના સંબંધ મજબૂત થઇ શકે છે. તેમની લવ લાઇફમાં આવનારી પરેશાનીઓ પણ સમાપ્ત થઇ શકે છે. રાધા કૃષ્ણની આરાધના તેમની લવ લાઇફ માટે ઉત્તમ રહેશે.
કર્ક, વૃશ્વિક અને મીન રાશિ
1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધીનો સમય કર્ક, વૃશ્વિક અને મીન રાશિની લવ લાઇફ માટે સૌથી સારૂ છે. તેનાથી તેમને પ્રેમમાં સફળતા મળી શકે છે. તથા તેમના પ્રેમ જીવનમાં સફળતા મળી શકે છે. તેમજ પ્રેમ જીવન હજુ પણ વધારે ખુબસૂરત બની શકે છે. સપ્તાહના અંતના સમયમાં તમે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો તથા લવ પાર્ટનરના ભાવનાઓનું સમ્માન કરો. પ્રેમ પ્રસ્તાવ આપવા માટે સપ્તાહની શરૂઆતી સમય સારો છે. તમે રાધા કૃષ્ણની આરાધના કરો.
મિથુન, તુલા અને કુંભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સપ્તાહ શાનદાર રહેવાનું છે. તેમના લવ ભાવમાં શુક્ર નિવાસ કરી રહ્યો છે. જેનાથી તેમને પ્રેમ મળી શકે છે. 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી 2021 સુધી તેમની કુંડળીમાં પ્રેમ ચક્ર યોગનું નિર્માણ થશે. જે તેમની લવ લાઇફ માટે ખુબ જ ખાસ છે. લવ લાઇફથી જોડાયેલા કોઇપણ મોટો નિર્ણય લેવા માટે આ સપ્તાહ સૌથી વધારે અનુકૂળ છે. તમે રાધા કૃષ્ણની ઉપાસના કરો.