સાફો પહેરીને દુલ્હનની જેમ સજ્યું કુતરૂ, લગ્નમાં દુલ્હન સાથે આપ્યો મજેદાર પોઝ, જુઓ રસપ્રદ Video
સાફો પહેરીને દુલ્હનની જેમ સજ્યું કુતરૂ, લગ્નમાં દુલ્હન સાથે આપ્યો મજેદાર પોઝ, જુઓ રસપ્રદ Video

સાફો પહેરીને દુલ્હનની જેમ સજ્યું કુતરૂ, લગ્નમાં દુલ્હન સાથે આપ્યો મજેદાર પોઝ, જુઓ રસપ્રદ Video

અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો પણ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. તમે પણ ઘણા લગ્ન સાથે જોડાયેલા વીડિયો જોયા હશે. આજકાલ લગ્ન પહેલા અને લગ્ન દરમિયાન વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. દુલ્હા દુલ્હાન અલગ અલગ પોઝ આપીને શાનદાર ફોટોશૂટ કરાવી રહ્યાં છે. એવામાં શું મે ક્યારેય પ્રાણીઓને વેડિંગ ફોટોશૂટ કરાવતા જોયા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર પ્રાણીના લગ્નનો એક અનોખો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે કુતરા દુલ્હા અને દુલ્હનના રૂપમાં સજેલા જોવા મળે છે. જોવામાં એવુ લાગે છે કે બંનેના લગ્ન થયા છે. દુલ્હનના ગેટઅપમાં ફીમેલ ડોગ ખુબ સુંદર લાગે છે. તેને માથા પર ચુંદડી નાખી છે. કાનમાં બાલી છે અને માથા પર વિગ છે. આ સાથે જ માથામાં સેથો અને બિંદી લગાવેલી છે. જ્યારે મેલ ડોગની વાત કરવામાં આવે તો તેને સાફો અને શેરવાની ટાઈપ ડ્રેસ પહેર્યો છે. બંનેએ વરમાળા પણ પહેરી છે. દુલ્હા દુલ્હન બનેલા આ કુતરાઓની જોડી ખુબ સુંદર લાગી રહી છે.

રસપ્રદ વાત એ છે કે આ જોડી ફોટોશૂટ માટે સારો એવો પોઝ પણ આપી રહી છે. તેઓ ભાગતા કે ક્યાંય દોડતા નથી. પણ એકદમ શાંતિથી ઉભા રહીને અને કેમેરામેનને એક શાનદાર પોઝ આપી રહ્યાં છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડાય પર વાઈરલ થતાં લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ધડકન મુવીનું સોંગ ‘સાત ફેરો સે બના જન્મો કા યે બંધન’ ચાલી રહ્યું છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર ઘણા કમેન્ટ્સ પણ આવી રહ્યાં છે. જેમાં એક યુઝરે લખ્યું બસ હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું. જ્યારે એક લખ્યું કે દુલ્હા દુલ્હનના ડ્રેસમાં બંને ખુબ સુંદર લાગી રહ્યાં છે. જ્યારે એકે લખ્યું કે શું તમે જાણો છઓ કે તેને એક ટોર્ચર કહેવામં આવે છે. આમ લોકો અલગ અલગ કમેન્ટસ કરી રહ્યાં છે.

જુઓ વીડિયો

હવે કહો કે આ બંને કુતરાના લગ્ન તમને કેવા લાગ્યા? તમારા મતે આ સારૂ કહેવાય કે ખરાબ તેનો જવાબ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published.