કિડની આપણા શરીરનો મહત્વનો ભાગ છે. આપણા શરીરને બ્લડને ફિલ્ટર કરીને કિટાણું પેશાબ દ્વારા બહાર કાઢે છે. જો આપણી કિડનીમાં કોઈ પણ પ્રોબ્લમ થાય છે તો તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ અને ખાનપાણીને કારણે કિડનીને લગતી સમસ્યાઓ વધી રહી છે. આજે અમે તમને એવી કેટલીક સમસ્યાઓ વિશે જણાવા જઈ રહ્યાં છે, જેના કારણે તમને કિડની ડિજિઝ થઈ શકે છે. એટલે આવી ભૂલ કરવી જોઈએ નહીં…
કિડની ફેલ્યર
પેશાબ બંધ થવાથી મૂત્રાશય, કિડની અથવા પેશાબની નળીઓમાં બળતરા અને સોજો આવી શકે છે અને તે કિડની માટે ખૂબ નુકસાનકારક માનવામાં આવે છે.
પૈન કિલર ઓછી માત્રામાં ખાવી જોઈએ:
મોટાભાગે તમે જોયું હશે કે અમુક લોકો થોડા ઘણા દુખાવા પર પણ પૈન કિલર ખાઈ લેતા હોય છે. જે સીધી જ કિડનીને નુકસાન પહોંચાડે છે. એવામાં ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવાઓ ખાવી જોઈએ નહિ. આવી દવાઓ તમને થોડા સમય માટે તો આરામ આપે છે પણ આગળ જતા તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
યુરીનને રોકવું જોઈએં નહિ:
ઘણા લોકોને યુરિન રોકી રાખવાની આદત હોય છે. જેની અસર કિડની પર પડે છે. ક્યારેય પણ આળસ કે અન્ય કારણોને લીધે યુરિન રોકી રાખવું જોઈએ નહિ. કારણ કે, તેની સીધી અસર તમારી કિડની પર પડે છે.
વધુ માત્રામાં પાણી પીવું જોઈએ:
ઓછું પાણી પીવાથી કિડનીમાં ઇન્ફેક્શન થવાનો ખતરો વધી શકે છે. જેને લીધે કિડનીમાં પથરી થઇ શકે છે. આ સિવાય જણાવી દઈએ કે વ્યક્તિએ દિવસ દરમિયાન 2 થી 3 લીટર પાણી ચોક્કસ પીવું જોઈએ.
વધારે મીઠું(નમક) ન ખાઓ:
રોજના ભોજનમાં વધારે નિમક ખાવાથી કિડનીનું ફિલ્ટરેશન કાર્ય વધી જાય છે તેને લીધે કિડનીના નેફ્રોન્સડેમેજ થવાનો ખતરો રહે છે.
જંકફુડ ન ખાઓ:
જંકફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, સોડા, તળેલું-મસાલેદાર ભોજન ખાવું વગેરે તમારી કિડનીને ખુબ નુકસાન પહોંચાડી શકે છે.
ઘુમ્રપાન ન કરો:
ઘુમ્રપાન કરવાથી કિડની પર દબાવ પડે છે. ઘુમ્રપાન કરવાથી ફેફસા અને રક્ત નલિકાઓમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. જેને લીધે કિડનીમાં રક્ત ઓછું પહોંચે છે અને કિડની સંકોચાવા લાગે છે.
લાંબા સમય સુધી યુરિન બંધ કરવાથી પેશાબની નળીઓમાં ચેપ લાગવાનું જોખમ વધે છે, જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે.
કિડની ફેલ થવા લક્ષણો…
અચાનક વજન વધવું
મિત્રો જયારે શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે.અને તે એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.આગળ વાચો
પેશાબ સાથે લોહી ટપકવું
મિત્રો જયારે પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છેઅને તે . પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે.મિત્રો આ ભાગ ખુબ આગત્ય નો છે
પેશાબ ઓછો કે વધારે આવવો
જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં.અને તે વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.આગળ વાચો