સિંહ રાશિમાં મંગળનો પ્રવેશ, જાણો તમારા જીવનમાં તો કંઈ અમંગળ નહીં થાયને…
સિંહ રાશિમાં મંગળનો પ્રવેશ, જાણો તમારા જીવનમાં તો કંઈ અમંગળ નહીં થાયને…

સિંહ રાશિમાં મંગળનો પ્રવેશ, જાણો તમારા જીવનમાં તો કંઈ અમંગળ નહીં થાયને…

હિન્દુ ધર્મમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણા પર ખુબ મહત્વ ધરાવે છે. દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. એવામાં મંગળ ગ્રહે સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનું મિલન શુક્ર ગ્રહ સાથે થયું છે. આમ એક રાશિમાં બે ગ્રહોનો સંયોગ બન્યો છે.

મંગળ સિંહ રાશિમાં 6 સપ્ટેમ્બર સુધી રહેશે. જે બાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહને પરાક્રમ, સાહસ, શૌર્ય, જીવન શક્તિ વગેરેનું સુચન કરે છે. કુંડળીમાં મંગળની શુભ સ્થિતિ હોવા પર વ્યક્તિમાં હંમેશા સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. તે પોતાની શક્તિથી સફળતા પ્રાપ્ત કરે છે.

એવામાં મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. ઘણા માટે મંગળનો પ્રવેશ શુભ રહેશે તો ઘણા માટે અમંગળ સાબિત થશે… આવો જાણીએ 12 રાશિઓ પર શું અસર થશે.

મેષ
મેષ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને પેટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. એવામાં આ રાશિના લોકોને ધન લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જ્યારે આ રાશિના લવર્સની લાઈફમાં હાલ કંઈ ખાસ બનશે નહીં

વૃષભ
આ રાશિના લોકોને વૈવાહિક જીવનમાં સમસ્યા આવી શકે છે. તમારી માતાના સ્વાસ્થયનું રાખવું. સંપત્તિ અને રોકાણથી લાભ થશે. નોકરી કરતા લોકો માટે શુભ સમય છે.

મિથુન
આ રાશિના લોકો માટે મંગળનુ રાશિ પરિવર્તન શુભ છે. તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. બેરોજગારોને નોકરી મળશે. પદોન્નતિ, ધન લાભ થશે અને વિવાદથી બચવું.

કર્ક
વાણી પર સંયમ રાખવો જરૂરી છે. નહીં તો તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે. નોકરી વેપારમાં સ્થિતિ સારી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

સિંહ
મંગળ ગ્રહ આ રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિના લોકો પર વધુ અસર થશે. તમારા લક્ષ્યનો પીછો કરવો. તમને સફળતા જરૂર મળશે. વિલાસિતા માટે પૈસા ખર્ચ થશે. લવ લાઈફ અને મેરિડ લાઈફમાં સમજદારીથી કામ લેવું.

કન્યા
આ રાશિના લોકોને ઘણી જગ્યાએથી પૈસા મળશે. મહેનત અને કિસ્મત બંને સાથ આપશે. મુશ્કેલીના સમયમાં પૈસા બચાવીને રાખવા. ઉંઘની સમસ્યા થઈ શકે છે.

તુલા
અટકેલા કાર્યો પૂર્ણ થશે. ધન લાભ થશે. ઘર પરિવાર માટે ખરીદી થઈ શકે છે. આ રાશિના લોકોએ વિવાદથી બચવું જોઈએ.

વૃશ્ચિક
આ રાશિના લોકો માટે મંગળ રાશિનું પરિવર્તન ખુબ શુભ રહેશે. સરકારી નોકરી કરતા લોકોને ઉચ્ચ પદ, માન સમ્માન મળશે. ખોટા અને ગેરકાનુની કામ કરવાથી બચવું. વ્યક્તિત્વમાં નિખાર આવશે. સ્વાસ્થ્યને લઈને સાવધઆન રહેવું.

ધન
આ રાશિના લોકોમાં ધર્મ-અધ્યાયનમાં રૂચિ વધશે. યાત્રા પર જઈ શકો છો. વડીલોના આશિર્વાદ મળવાથી તરક્કી થશે. પિતા સાથે સારો વ્યવહાર કરવો.

મકર
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવી. વિલાસિતા પર ખર્ચ થશે. ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે. ધન લાભ થશે.

કુંભ
સિંહ રાશિમાં મંગળના પ્રવેશથી કુંભ રાશિના લોકોના વેપારમાં નફો થશે. કારોબાર વિસ્તાર કરવામાં ખુબ સારો સમય છે. લેવડ દેવડમાં સાવધાની રાખવી. પારિવારિક જીવન સારૂ રહેશે. જીવનસાથી સાથે માથાકુટ થઈ શકે છે.

મીન
આ રાશિના લોકોને વધુ મહેનત કર્યા બાદ જ સફળતા મળશે. ધૈર્ય રાખો. નોકરી કરતા લોકો માટે સારો સમય છે. ઈગોથી બચવું, નહીં તો નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *