સિદ્ધુને હરાવનાર આ સુંદર મહિલા કોણ છે..? જાણીને દિલમાં રાજ કરવા માંડશે
સિદ્ધુને હરાવનાર આ સુંદર મહિલા કોણ છે..? જાણીને દિલમાં રાજ કરવા માંડશે

સિદ્ધુને હરાવનાર આ સુંદર મહિલા કોણ છે..? જાણીને દિલમાં રાજ કરવા માંડશે

ચંડીગઢ વિધાનસભામાં આમ આદમી પાર્ટી (AAP)સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે અને હવે તે પંજાબમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. આ ચૂંટણીમાં અમૃતસર ઈસ્ટ બેઠક પરથી જીવન જ્યોત કૌરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ તથા અકાળી દળના નેતા વિક્રમ સિંહ મજીઠીયાને હરાવ્યા છે.

કોણ છે જીવન જ્યોત કૌર, જેને પેડ વુમન તરીકે ઓળખવામાં આવે છે?
પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી જીવન જ્યોત કૌર એક કાર્યક્રમ ચલાવવા માટે પેડ વુમન તરીકે ઓળખવામાં આવે છે. જીવન જ્યોતે આ કાર્યક્રમ હેઠલ મહિલા કેદીઓને સમગ્ર પંજાબમાં આવેલી જેલોમાં સેનિટરી નેપિકન ઉપલબ્ધ કરાવતી હતી. જીવન જ્યોત કૌરે ગરીબ મહિલાઓને પ્લાસ્ટીક સેનિટરી પેડનો ઉપયોગના દુષ્પ્રભાવો અંગે જાગૃક કરી છે.

શી સમાજના સ્થાપક છે જીવન જ્યોત કૌર
​​​​​​​જીવન જ્યોત કૌર શી સમાજના સ્થાપક પણ છે અને તેમની સંસ્થા ગરીબ લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે. જીવન જ્યોત કૌરે વિદેશી કંપનીઓ સાથે પણ કરાર કર્યો છે, જે ગ્રામીણ મહિલાઓને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનિટરી પેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ​​​​​​​

દીકરી ડેન્ટીસ્ટ તથા દીકરો હાઈકોર્ટમાં વકીલ
​​​​​​​આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જીવન જ્યોત કૌરની દીકરી ડેન્ટીસ્ટ છે અને તેમનો દીકરો હાઈકોર્ટમાં વકીલ છે. ચૂંટણી પ્રચાર સમયે દીકરી અને દીકરો પણ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેમના માતા-પિતા, પતિ તથા સાસુ-સસરાએ પણ લોકો પાસે મત માગ્યા હતા.