આજકાલના યુગમાં યુવક યુવતીઓ સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે અને અલગ અલગ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે અને તે ટ્રેન્ડ પણ થવા લાગે છે. અત્યારે એક સુરતના પ્રેમી પંખીડાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે 90ની સ્પીડમાં બાઈક ચલાવીને એકબીજા પર કિસ કરી રહ્યાં છે. પણ આ કિસ કરવા પર તેને ખુબ મોટી રકમ ચૂકવવી પડી છે. જાણો આ કિસ કર્યા બાદ શું પરિણામ આવ્યું
ચાલુ બાઈકે યુવકે પાછળ બેઠેલી પ્રેમિકાને ખેંચીને આગળ લઈ લીધી
વાઈરલ થયેલો આ વીડિયો સુરતના અઅબ્દુલ મલેકે પાલ વિસ્તારનો છે. જેમાં ચાલુ બાઈકે યુવક પાછળ બેઠેલી પોતાની પ્રેમિકાને ખેંચીને આગળ લે છે અને પછી તેને ચાલુ બાઈક પર કિસ કરે છે. જે વીડિયો આ કપલે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે થોડી જ વારમાં વાઈરલ થઈ ગયો હતો. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘મેરે જૈસા ઈશ્ક મેં પાગલ, ફિર તુમ્હેં મિલા ના મિલે’ ગીત વાગે છે.
એકદા સેકન્ડ માટે બંનેએ કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ આ વીડિયોમાં અબ્દુલ મલેક નામનો યુવક અને તેની પત્ની ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં જોવા મળ્યાં હતાં. નંબર વગરની સ્પોર્ટસ બાઈક પર પાછળ બેઠેલી યુવતીને યુવક પાછળ હાથ લઈ જઈને ખેંચે છે અને યુવતી સરળતાથી ચાલુ બાઈકે આગળ આવી જાય છે. એ પછી બંને કિસ કરે છે. જો કે એકાદ સેકન્ડમાં માટે બંને બાઈક પરથી કાબૂ પણ ગૂમાવે છે પણ દૂર્ઘટના થતાં બચી જાય છે. જો કે આ પ્રકારની હરકતને લઈને પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પોલીસે બંને પાસે માફી મંગાવી
આ યુવકનું નામ અબ્દુલ મલેક અને યુવતી તેની પત્ની હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું. બંનેના જણાવ્યા મુજબ તેઓએ આ વીડિયો 5 માર્ચે સવારે 8 વાગ્યે બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. હાલ તો સમગ્ર મામલે અડાજણ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અને બંને પાસે સોશિયલ મીડિયામાં માફી પણ મંગાવી છે.
અગાઉ બારડોલીમાંથી વીડિયો વાઈરલ થયો હતો
મહત્વનું છે કે હજુ એક દિવસ પહેલા જ બારડોલીની યુવતીએ બાઇક પર સ્ટંટ કરીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં વિવાદ સર્જાયો હતો. આવા સ્ટંટ બદલ યુવતીને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. ત્યાં ફરી આવો એક વીડિયો વાઈરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.