સનાતન ધર્મમાં સૂર્ય દેવ પાંચ દેવોમાંથી એક છે અને કલયુગના એકમાત્ર દ્રશ્ય દેવતા માનવામાં આવે છે. આ સાથે જ જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યને તારાનો જનક માનવામાં આવે છે. ત્યારે હિન્દુ માન્યતાઓમાં સૂર્યને જળ આપવાની મહિમા બતાવાઈ છે. વૈદિક કાળથી જ તેમની ઉપાસના થતી આવી છે. વિષ્ણુ પુરાણ, ભગવત પુરાણ, બ્રહ્મા વૈવર્ત પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૂર્ય દેવની કૃપા મેળવવા માટે લોકો સવારે વહેલા ઉઠીને અર્ધ્ય અર્પણ કરે છે. શાસ્ત્રોમાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનું ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે તો સમાજમાં માન સન્માનમાં વધારો થશે. આ સાથે જ કુડળીમાં સૂર્ય સંબંધિત દોષ પણ દૂર થાય છે. પણ ઘણી વખત લોકો અર્ધ્ય અર્પણ કરતી વખેત કેટલી ભૂલો કરે છે. જેને લઈને સૂર્ય દેવતા નારાજ થઈ જાય છે.
માન્યતા છે કે તેમની કૃપા દ્રષ્ટિથી રોગ અને શોક નષ્ટ થઈ જાય છે.
જ્યારે શ્રી વિષ્ણુ ધરતી પર શ્રીરામના રૂપમાં અવતરિત થયા તો તેમણે પણ પોતાના દિવસની શરૂઆત સૂર્ય નારાયણની પૂજા દ્વારા કરતા હતા. ઉલ્લેખનીય છે કે સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. કારણ કે દરેક કોઈ તેમના સાક્ષાત દર્શન કરી શકે છે.
સૂર્ય દેવને જળ અર્પણ કરવાની વિધિ
- સૂર્યદેવને જળ ચઢાવવાનો સૌથી પહેલો નિયમ એ છે કે સૂર્યોદય થવાના એક કલાકની અંદર તેમને સ્નાન કર્યા બાગ જળનુ અર્ધ્ય આપવું જોઈએ
- સૂર્યને જળ આપતી વખતે તમારૂં મોઢું પૂર્વ દિશા તરફ જ હોવુ જોઈએ.
- સૂર્યને જળ આપતી વખતે તમે તેમા ફુલ અને ચોખા મિક્સ કરી શકો છો. સાથે જ જો તમે સૂર્ય મંત્રનો જાપ પણ કરતા રહેશો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે.
- લાલ વસ્ત્ર પહેરીને સૂર્યને જળ આપવુ વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે.
- અર્ધ્ય આપતી વખતે હાથ માથાથી ઉપર હોવો જોઈએ. આવું કરવાથી સૂર્યના સાતેય કિરણો શરીર પર પડે છે. સૂર્ય દેવને જળ અર્પિત કરવાથી નવગ્રહની પણ કૃપા રહે છે.
- સૂર્યને જળ આપ્યા પછી ત્યા જ ઉભા રહીને ત્રણ પરિક્રમા જરૂર કરો
- સૂર્યને જળ આપતી વખતે ફક્ત તાંબાના પાત્રનો જ પ્રયોગ યોગ્ય છે.
સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ ભૂલ ન કરવી….
- સૂર્ય દેવને માત્ર જળ અર્પણ ન કરવું. જળમાં ફૂલ અને ચોખા નાખવા. નહીં તો સૂર્યદેવ નારાજ પણ થઈ શકે છે.
- સૂર્યને અર્ધ્ય આપતી વખતે લોટા દ્વારા પાણી અર્પણ કરવું. ધ્યાન રાખવું કે પાણી પગમાં ન પડવું જોઈએ.
- નિયમિત રીત સૂર્ય દેવને જળ અર્પણ કરવું. પણ રવિવારનો દિવસ વિશેષ શુભ માનવામાં આવે છે.
- સૂર્યને બ્રહ્મ મુહૂર્તમાં જળ અર્પણ કરવું. નહીં તો સૂર્ય દેવના આશીર્વાદ નહીં મળે.
- સૂર્ય દેવને અર્ધ્ય આપતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું. મોંઢુ પૂર્વ દિશામાં રાખીને જ જળ અર્પણ કરવું.
3 mg dl within 48 h after surgery had the lowest mortality rate of 2 cheapest cialis generic online
In direct support of a role of mda 9 syntenin expression in the microenvironment impacting on tumor development, we did not observe any visible nodules in the mda 9 mice that received mda 9 syntenin knockdown B16 sh mda 9 cells Figure 2D and 2E cialis prices
best place to buy cialis online reviews Maybe then you d be less likely to have a meltdown