2021 સોનું ખૂબ સસ્તું થયું છે. જ્યારે ચાંદીની કિમતમાં કોઈ ખાસ અસર જોવા મળી નથી. મળતી માહિતી અનુસાર, જો તમે સોનામાં રોકાણ કરવા માગો છો, તો આ સમયમાં તમારી માટે ઉત્તમ છે. એટલે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તમે સોનું ખરીદાવા જતાં રહો. નહીં તો તમારે પછતાવોનો વારો આવશે. કારણ કે, 2021ના બે મહિનામાં સોનાની કિંમત આશરે 4500 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે.
છેલ્લા સાત મહિનાની વાત કરીએ તો, 10 હજાર રૂપિયા સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં 13 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તમને જણાવીએ કે, સોના અને ચાંદીના ભાવમાં હજુ વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આવો તમને જણાવીએ કે, આખરે સોના-ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો છે.
બે મહિનામાં 4500 રૂપિયે સસ્તુ થયું સોનું…
સોનાનો હાલનો ભાવઃ 45,736 રૂપિયે પ્રતિ દસ ગ્રામ
31 ડિસેમ્બર 2020નો સોનાનો ભાવઃ 50,183 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
બે મહિનામાં સોનામાં થયો ઘટાડોઃ 4,447 રુપિયે 10 ગ્રામ
7 ઓગસ્ટે સોનાના ભાવમાં થયો ઘટાડોઃ 56,191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ત્યારથી અત્યાર સુધી સોનું થયું સસ્તુંઃ 10,455 રૂપિયે પ્રતિ 10 ગ્રામ
ચાંદીમાં આ વર્ષે જોવા મળી આવી અસર…
ચાંદીનો હાલનો ભાવઃ67,261 પ્રતિ કિલોગ્રામ
31ડિસેમ્બર 2020ના રોજ સોનાનો ભાવ, 68,105 પ્રતિ કિલોગ્રામ
બે મહિનામાં સોનાના ભાવમાં થયો ઘટાડોઃ 844 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
7 ઓગસ્ટે સોનાનો હતો વધુ ભાવઃ 79,980 રૂપિયે પ્રતિ કિલોગ્રામ
ત્યારથી અત્યાર સુધી સોનાનો ભાવ થયો સસ્તોઃ 12,719 રૂપિયે પ્રતિ કિલોગ્રામ…
ઈન્ટરનેશલ માર્કેટમાં સોના-ચાંદી
ઈન્ટરનેશનલ માર્કેટમાં કોમેક્સ પર છેલ્લા કારોબારી સત્રમાં સોના ચાંદીની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આંકડા અનુસાર, 46.60 ડોલર પ્રતિ ઓંસ ઘટાડાની સાથે 1728.80 ડોલર પર આવી ગયો છે. જ્યારે ગોલ્ડ સ્પોટમાં 36.2 ડૉલર પ્રતિ ઓંસ ઘટાડા સાથે 1734.04 ડૉલર પ્રતિ ઓસ પર કરોબાર કરી રહ્યો હતો. રહી વાત ચાંદીના વાયદાની તો, 4.50 ટકાનો ઘટાડાની સાથે 26.44 ડૉલર પ્રતિ ઓં પર આવી ગયો છે. જ્યારે સિલ્વર સ્પોટ 2.76 ટકાના ઘટાડો 26.67 ડૉલર પ્રતિ ઓંસ પર આવી ગયો છે.