Categories: વ્યાપાર

સોનું ખરીદવાનો આ છે સાચો સમય, 12 હજાર રૂપિયા સસ્તુ થયું સોનું….

જો તમે અત્યાર સુધી સોનું ખરીદ્યુ નથી તો સોનું ખરીદવાનો આ સાચો સમય છે. આ વર્ષમાં એટલે કે 2021 સોનું ખૂબ સસ્તું થયું છે. જ્યારે ચાંદીની કિમતમાં કોઈ ખાસ અસર જોવા મળી નથી. મળતી માહિતી અનુસાર, જો તમે સોનામાં રોકાણ કરવા માગો છો, તો આ સમયમાં તમારી માટે ઉત્તમ છે. એટલે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તમે સોનું ખરીદાવા જતાં રહો. નહીં તો તમારે પછતાવોનો વારો આવશે. કારણ કે, આ વર્ષે સોનાના ભાવમાં 12 હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

સોનું થયું સસ્તું
છેલ્લા 10 મહિનાની વાત કરીએ તો, 12 હજાર રૂપિયા સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. તમને જણાવીએ દયે કે, સોના અને ચાંદીના ભાવમાં હજુ વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં 100 રૂપિયા વધુનો ઘટાડો થયો છે. જેથી સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 44,590 પર આવી ગયો છે. ગુરૂવારે સોનાની કિંમત 44,695 પર બંધ થયો હતો.

છેલ્લા 10 દિવસના સોનાના ભાવ
તારીખ સોનાનો ભાવ
25 માર્ચ- 44695
24 માર્ચ- 44860
23 માર્ચ- 44646
22 માર્ચ- 44905
19 માર્ચ- 45021
18 માર્ચ- 44951
17 માર્ચ- 44840
16 માર્ચ- 44813
15 માર્ચ- 44900
12 માર્ચ- 44750

છેલ્લા 4-દિવસમાં સોનામાં થયો ઘટાડો
છેલ્લા 4 દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે 45,021 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે ગુરૂવારે સોનાનો ભાવ 44,695 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો હતો. કિંમતમાં 326 રૂપિયાનો તફાવત જોવા મળ્યો હતો. જ્યારે ઓગસ્ટ 2020માં 56191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જેથી સોનાનો ભાવ 12 હજાર રૂપિયા સુધી ઘટી ગયો છે.

સોનામાં રોકાણ કરવું કે ન કરવું?
ગયા વર્ષે સોનામાં 28 ટકા રિટર્ન મળ્યું હતું. તેના આગળના વર્ષે 25 ટકા રિટર્ન મળ્યું હતું. જો તમે લોંગ ટર્મ માટે રોકાણ કરી રહ્યાં છો તો એક સારો વિકલ્પ છે. જેમાં શાનદાર રિટર્ન મળી શકે છે. જો વિશેષજ્ઞનું માનવું છે કે સોનું 40 હજારથી પણ નીચલા સ્તરે પહોંચી શકે છે. તમે હજુ થોડા દિવસ રાહ જોઈ શકો છો.

સોનાનાને લઈને બજેટમાં શું જાહેરાત કરાઈ
નાણાંમંત્રી નિર્મલા સીતારામને 2021-22 માટેનું બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે, હાલમાં સોના-ચાંદી પર 12.5% ​​કસ્ટમ ડ્યુટી લગાવાય છે. જુલાઈ 2019માં ડ્યુટીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી કિંમતી ધાતુઓની કિંમત ઝડપથી વધી, તેને પાછલા સ્તરની નજીક લાવવા માટે, અમે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીને યુક્તિસંગત બનાવી રહ્યા છીએ.

શું કહે છે જાણકારો?
કેડિયા એડવાઈઝરના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. પહેલા ફેડના વ્યાજ દર વધારવાને ઈન્કાર કર્યો હતો. જ્યારે બીજા દેશોમાં કોરોના વધ્યો છે. જેને લઈને લોકડાઉન થવાની સંભાવના છે. જ્યારે અન્ય દેશોમાં કોરોનાની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. જેના કારણે એસ્ટ્રજેનિકાની દવાઓનો ઓર્ડર કેન્સલ થઈ રહ્યાં છે. જ્યારે ભારત સહિત એશિયાઈ દેશોમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી સોનાની કિંમત 50 હજાર આસપાસ પહોંચે તેવી શક્યતા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021