ભારતીય સંસ્કૃતિમાં પહેલા ખાવાનું ખવડાવ્યા પછી પાન અને સોપારી આપવામાં આવે છે. ખાસ કરીને બ્રાહ્મણને ભોજન બાદ પાન અને સોપારી આપવી શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય અથવા પૂજા પાઠ દરમિયાન સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. સોપારી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સુપારી એનીમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી રાહત મેળવવા સોપારીને અસરકારક માનવામાં આવે છે.
તેમાં રહેલા વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મોટાભાગના લોકોને લાગે છે કે, સોપારી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ તેવું નથી. આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. તે જાણ્યા પછી તમે પાન સાથે સોપારી ખાવાનું પસંદ કરશો.
કબજિયાત
દરરોજ સોપારીનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે સોપારીનું સેવન કરવું જોઈએ. આ પાચક શક્તિને મજબૂત બનાવે છે. દરરોજ સોપારી ચાવવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને કબજિયાતમાં પણ રાહત થાય છે.
મોઢામાં ચાંદા
આપણે હંમેશાં સાંભળ્યું છે કે, મોઢામાં અથવા હોઠમાં ચાંદાથી છુટકારો મેળવવા માટે કાથ્થા વાળુ પાન ખાવાથી આ સમસ્યાથી મુક્તિ મળે છે. પાન સાથે સોપારી ખાવાથી પણ મોંનાં ચાંદા પણ દૂર થાય છે.
દુખાવો દૂર કરે છે
જો તમને પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો વગેરે થાય છે, તો તેનાથી બચવા માટે તમારે સોપારી લેવી જોઈએ. સોપારીમાં હાજર ઔષધીય ગુણધર્મો તમને માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે.
દાંત માટે ફાયદાકારક
સોપારીમાં એન્થેલમિંટિકનો પ્રભાવ હોય છે જે દાંત પર જામેલ કૈવિટીને ખત્મ કરીને તેને મજબૂત બનાવે છે. આ સિવાય ઘણા લોકો સોપારીનો પાવડર બનાવે છે અને તેનો ઉપયોગ દાંતની પાડાશને દૂર કરવા માટે કરે છે.
ખંજવાળ મટશે
જો તમને દાદર, ખંજવાળ જેવી સમસ્યા છે, તો સોપારી પીસી લગાવીને ફાયદો થાય છે. આ સિવાય તલના તેલમાં સોપારીને ઘસીને લગાડવાથી ખંજવાળની સમસ્યા રહેતી નથી.