સ્મૃતિ ઈરાનીથી લઈને શશિ થરૂર સુધી, આ 5 નેતાઓએ ડાયવોર્સી સાથે કર્યા લગ્ન, વાંચો તેની લવ સ્ટોરી
સ્મૃતિ ઈરાનીથી લઈને શશિ થરૂર સુધી, આ 5 નેતાઓએ ડાયવોર્સી સાથે કર્યા લગ્ન, વાંચો તેની લવ સ્ટોરી

સ્મૃતિ ઈરાનીથી લઈને શશિ થરૂર સુધી, આ 5 નેતાઓએ ડાયવોર્સી સાથે કર્યા લગ્ન, વાંચો તેની લવ સ્ટોરી

આજે અમે આપને કેટલાક નેતાઓ વિશે જણાવાવ જઈ રહ્યાં છીએ કે જેના જીવનસાથી ડાયવોર્સી છે. આ નેતાઓનું દિલ વૈવાહિક લોકો પર આવી ગયું હતું. જે બાદ તેઓએ સમાજની ચિંતા કર્યા વગર તેમનો હાથ પકડી લીધો હતો અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આવો જાણીએ આ નેતાઓ વિશે અને તેના લાઈફ પાર્ટનર વિશે….

1.મુલાયમસિંહ યાદવ
મુલાયમસિંહ યાદવે બે લગ્ન કર્યા છે. તેની બીજી પત્નીનું નામ સાધના ગુપ્તા છે. સાધના ગુપ્તા યૂપીના ઈટાવાના બિધુના તહસીલની રહેવાસી છે. 4 જુલાઈ 1986માં સાધનાના લગ્ન ફરૂખાબાદના ચંદ્રપ્રકાશ ગુપ્સા સાથે થયા હતા. 7 જુલાઈ 1987માં એક દિકરાનો જન્મ થયો હતો. દિકરા પ્રતીકના જન્મના 2 વર્ષ બાદ સાધના અને ચંદ્રપ્રકાશ અલ થઈ ગયા હતા. જે બાદ સાધના ગુપ્તાના જીવનમાં મુલાયમસિંહ આવ્યા હરતા.

કહેવાય છે કે મુલાયમની માતા મૂર્તી દેવી બિમાર રહેતા હતા. એ સમયે સાધના ગુપ્તા મૂર્તિ દેવીની દેખરેખ કરતા હતા. આ દરમિયાન તેની મિત્રતા મુલાયમસિંહ યાદવ સાથે થઈ હતી. જે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. વર્ષ 1994માં પ્રતીકે સ્કુલ ફોર્મમાં પિતાના નામ પર એમએસ યાદવ અને એડ્રેસમાં મુલાયમસિંહ યાદવની ઓફિસનું એડ્રેસ આપ્યું હતું. જે બાદ લોકોને તેમના સંબંધની જાણકારી મળી હતી. વર્ષ 2003માં મુલાયમની પહેલી પત્ની માલવી દેવીનું નિધન થયું હતું. જે બાાદ 23 મે 2003માં મુલાયમે સાધનાને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો હતો.

2.દિગ્વિજયસિંહ
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ટીવી એંકર અમૃતારાય સાથે બીજા લગ્ન કર્યા છે. અમૃતા રાય પહેલાથી જ વૈવાહિક હતી અને તેને તેના પતિના તલાક આપ્યા બાદ દિગ્વિજયસિંહ સાથે 2015માં લગ્ન કર્યા હતા. તમને જણાવી ગયે કે દિગ્વિજયસિંહ કરતા અમૃતાની ઉંમર 25 વર્ષ મોટી છે. તેનુ લવ અફેયર એક સમયે ઘણુ ચર્ચામાં રહ્યું હતું.

3.સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીના પતિનું નામ જુબિન ઈરાની છે. જુબિન ઈરાની પહેલાથી જ વૈવાહિક હતા અને તેને પોતાની પત્ની તલાક આપીને વર્ષ 2001માં સ્મૃતિ ઈરાની સાથે લગ્ન કર્યા હતા. 2001માં તેના પહેલા બાળકનો જન્મ થયો હતો. જેનું નામ જોહર છે. જ્યારે વર્ષ 2003માં તેને ત્યા દિકરી જોઈશનો જન્મ થયો હતો.

4.કિરણ ખેર
કિરણ ખેરે અભિનેતા અનુપમ ખેર સાથે 1985માં લગ્ન કર્યા હતા. કિરણ ખેર પોતાના પતિ ગૌતમ બેરીને તલાક આપીને અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા. જ્યારે કિરણથી પહેલા અનુપમ ખેરના જીવનમાં મધુમાલતી કપૂર હતી. જો કે લગ્નના એક વર્ષ બાદ જ અનુપમ ખેરે મધુમાલતી કપૂરને તલાક આપ્યા હતા. તલાકના થોડા વર્ષ બાદ તેને કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા.

5.શશિ થરૂર
શશિ થરૂરએ વર્ષ 2010માં સુનંદા પુષ્કરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ સુનંદાનું મોત થયું હતું. સુનંદાનું મોત કેવી રીતે થયું તે આજે પણ રહસ્ય છે. શશિ થરૂર પહેલા સુનંદા પુષ્કરીએ 2 લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.