
હિન્દુ ધર્મમાં કોઈ પણ સારુ કાર્ય હવન વગર પૂરુ થઈ શકે નહીં. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની પૂજા હોય, અથવા કઈ પણ નવા કાર્ય કરતા સમયે કે પૂજામાં હવન તે જરૂરી હોય છે. નવરાત્રિના સમયમાં 9 દિવસ હવન તે જરૂરી હોય છે. હવન કરતા સમયે જેટલી વાર આહૂતિ નખાય છે તેટલી વાર સ્વાહા બોલવામાં આવે છે. જાણો કેમ તેના વિશે બોલવામાં આવે છે.
મંત્રના ઉચ્ચારણ પછી જ કેમ સ્વાહા કહેવાય છે
સ્વાહાનો અર્થ એક યોગ્ય રીતનું વર્તન હોય છે. મંત્રના ઉચ્ચારણ કરતા સમયે જ્યારે પણ હવન કરતા સમયે સામગ્રીમાં અગ્નિમાં આહૂતિ નાખવાના સમયે સ્વાહા કહેવામાં આવે છે. તે સ્વાહા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કોઈ હવન કે યજ્ઞ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમાં સ્વાહા કહીને દેવતાને યાદ કરાય છે. અગ્નિ તે માણસને દેવતા સાથે જોડવા માટેનું એક સાધન છે. માણસ મધ, ઘી, હવન સામગ્રી જે કઈ પણ ભગવાન સુધી પહોંચવા માટે અગ્નિ એક સરળતમ માધ્યમ છે.
સ્વાહા કહેવા પાછળ જોડાયેલી છે પૌરાણિક કથા
પૌરાણિક કથાના અનુસાર સ્વાહાએ પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. સ્વાહાના લગ્ન અગ્નિદેવ સાથે કરવામાં આવ્યા હતા. અગ્નિદેવની પત્ની સ્વાહાના માધ્યમથી દેવતાઓ સુધી પહોંચી શકાય છે. દંતકથાના અનુસાર એક વાર દેવતાઓની પાસે અન્નની ખોટ હોવાના કારણે બધા દેવતાઓ બ્રહ્મા દેવની પાસે પહોંચ્યા. ત્યારે બ્રહ્મા દેવએ કહ્યું કે સ્વાહાના પ્રભાવથી અગ્નિદેવને યજ્ઞમાં શક્તિ મળે છે. યજ્ઞની અગ્નિમાં સ્વાહાથી આહૂતિ ભસ્મ થઈ જાય છે. જેથી દેવતાઓ તેને ગ્રહણ કરી શકે છે. ત્યારથી સ્વાહા બોલવાથી કોઈ પણ મંત્રની સમાપ્તી થઈ જાય છે.