હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથના શુભ ચિન્હોથી વ્યક્તિના જીવનમાં સુખ સમુદ્ધિ, સંપત્તિ વગેરેના યોગની જાણકારી મળે છે. આવો જાણીએ હસ્તરેખામાં સ્વસ્તિક, શંખ, ચક્ર, કમળ જેવા ચિન્હોનું મહત્વ અને વ્યક્તિના ભાગ્યથી કનેક્શન…
હસ્ત રેખા વિજ્ઞાન: હસ્તરેખા શાસ્ત્રના અનુસાર હાથની રેખાઓ વ્યક્તિના જીવનમાં આવનારા ઉતાર ચઢાવ વિશે જણાવે છે. હાથના શુભ ચિન્હોથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ, સંપત્તિ વગેરે યોગની જાણકારી મળે છે. આવો જાણીએ હસ્તરેખામાં સ્વસ્તિક, શંખ, ચક્ર, કમળ જેવા ચિન્હોનું મહત્વ…
શંખ
હિન્દૂ ધર્મમાં શંખને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘણા દેવી-દેવતાઓના હાથમાં પણ શંખ જોવા મળે છે. પરંતુ પ્રમુખરૂપ એ ભગવાન વિષ્ણુનું છે. શંખ વિજયનું સૂચક છે. એવા વ્યક્તિ જેના હાથમાં શંખ ચિન્હ હોય તે જીવનમાં ક્યારેય અસફળ થતા નથી. ઘણીવાર આંગળીઓમાં શંખનું ચિન્હ જોવા મળે છે. આ હથેળી પર અનેક જગ્યાએ શંખનું ચિન્હ હોય છે. શંખનું ચિન્હ જેના હાથોમાં હોય એવા વ્યક્તિના શત્રુ તેનું કંઇ બગાડી શકતા નથી. હંમેશા વિજય મેળવે છે.
ચક્ર
ચક્ર ભગવાન વિષ્ણુથી સંબંધિત ખુબ જ પ્રમુખ ચિન્હ છે. આ ચિન્હ ખુબ જ ભાગ્યશાળી વ્યક્તિઓના હાથમાં જોવા મળે છે. લાખોમાં કોઇ એક વ્યક્તિના હાથમાં આવું ચિન્હ મળશે. જેના હાથોમાં ચક્રનું ચિન્હ હોય છે તે અતુલનીય ધન સંપદાનો માલિક બને છે. વ્યક્તિને રાજા સમાન પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. ઉચ્ચ કોટિના સંતોના હાથોમાં પણ ચક્રનું ચિન્હ જોવા મળે છે.
સ્વસ્તિક
સ્વસ્તિકનું ચિન્હ હિન્દૂ ધર્મનું ખુબ જ પવિત્ર ચિન્હ માનવામાં આવે છે. પૂજા પૂરિવ સ્વસ્તિકનું ચિન્હ બનાવવાની ખાસ પરંપરા છે. જે વ્યક્તિના હાથમાં સ્વસ્તિકનું ચિન્હ હોય છે. તે હંમેશા સારા કર્મ કરનારા હોય છે. અને ધર્મનું પરાયણ કરે છે. આવા વ્યક્તિને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે.
કમળ
કમળનું ચિન્હ મા લક્ષ્મી સાથે સંબંધિત છે. જે વ્યક્તિના હાથમાં આ ચિન્હ હોય છે તેઓ અખંડ સામ્રાજ્યનો માલિક હોય છે. આવા વ્યક્તિ મોટા ઉદ્યોગપતિ બની શકે છે. સાથે જ અનેક લોકોની સેવામાં લાગે છે. અનેક મામલે જોવા મળ્યું છે કે કમળનું નિશાન હોવા પર વ્યક્તિ અહંકારી પણ થઇ જાય છે.