મહારાષ્ટ્રના નાગપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને લઈને તમે પણ ચોંકી જશો. નાગપુરમાં એક મહિલાએ પોતાના જ પતિની નિર્મમ હત્યા કરી નાખી છે. આરોપી મહિલા મૃતકની વ્યક્તિની પાંચમી પત્ની છે. મળતી વિગત મુજબ પત્નીએ પહેલા પતિને ખુરશી પર બેસાડ્યો, પછી બંને હાથ બાંધી દીધા અને સબંધ બનાવ્યા હતાં. મહિલાએ તેના પતિને પોર્ન ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ જે થયું તે સૌને હજમચાવી દે તેવું છે.
મૃતક લક્ષ્મણ નાગપુરમાં એકલો રહેતા હતા
મળતી માહિતી મુજબ મહિલા પતિની દગાબાજીથી નારાજ હતી અને પારિવારિક કકળાટના કારણે ઘણા મહિનાથી અલગ રહેતી હતી. છેલ્લા કેટલાક મહિનામાં મૃતક લક્ષ્મણ નાગપુરમાં એકલો રહેતા હતા. આ વચ્ચે 8 માર્ચે એમની પત્ની સ્વાતિ એમને મળવા માટે આવી હતી. ત્યારે આરોપી પત્ની સ્વાતિએ લક્ષ્મણના હાથ પગ ખુરશી સાથે બાંધી દીધા હતા. જે બાદ તેના પતિને પોર્ન ફિલ્મ બતાવીને શારીરિક સબંધ બનાવ્યા. ત્યાર પછી ચપ્પૂએ ગળું કાપી નાખી ફરાર થઈ ગઈ હતી.
9 માર્ચે લક્ષ્મણની હત્યાની માહિતી પોલીસને મળી
જણાવ્યા અનુસાર મહિલાએ તેનો ગુનો પણ કબુલી લીધો છે. તે મૃતકની પાંચમી પત્ની છે. મહિલાની ધરપકડ પોલીસે કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલા પતિની દગાખોરીના કારણે નારાજ હતી અને પારિવારિક ઝઘડાના કારણે ઘણાં મહિનાઓથી અલગ રહેતી હતી. મહિલાએ તેના પતિની હત્યા કરી તેના બીજા દિવસે એટલે કે 9 માર્ચે લક્ષ્મણની હત્યાની માહિતી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા સમગ્ર હકિકત સામે આવી હતી.
બંને વચ્ચે વિવાદ ચાલતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક લક્ષ્મણની આ પાંચમી પત્ની છે. પાંચમી પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કડક પુછપરછમાં તેણે ગુનો કબુલી લીધો છે. લક્ષ્મણ અને સ્વાતીને એક ત્રણ મહિનાનું બાળક પણ છે. લક્ષ્મણ મલિકે રિટાયર્ડ થઈ ગયો હતો અને તેના પેન્શનના પૈસા વિશે પણ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. આરોપ છે કે, આ જ વિવાદના કારણે સ્વાતિએ તેના પતિ લક્ષ્મણની હત્યા કરી દીધી હતી.