પીપુલ્સ ફોર જ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ(PETA)તરફથી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતોત. જેમાં હૉલીવુડ એક્ટ્રેસ પામેલા એન્ડરસને સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં સોયાથી બનેલી વાનગીઓ પીરસવાનો આગ્રહ કરક્યો હતો. દિલ્હીના બગડી રહેલા એયર ક્વોલિટી ઈન્ડેક્સે ચિંતત પેટાની નિર્દેશક પામેલા એન્ડરસને વડાપ્રધાન મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે, સરકારની તમામ અધિકારી બેઠકો અને કામોમાં ફક્ત એવું ભોજન પીરસવાની વ્યવસ્થા કરે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે.
પત્રમાં પામેલાએ જણાવ્યું હતું કે, ડેયરી માસ અને ઈંડા અને પ્રાણીઓના પાલન-પોષણના કારણે 20 ટકા ગ્રીનહાઉસ ઉત્સર્જન થાય છે.
Iconic “Baywatch” actor and long-time PETA India supporter @pamfoundation shares her concerns about climate change with Honourable Prime Minister @narendramodi asking him to serve only vegan food at all government meetings and functions.#Hero2Animals #GoVegan #ClimateChange
— PETA India (@PetaIndia) November 29, 2019
Yesterday
was hot on #thegoldcoast – 🇦🇺What a beautiful part of the world ❤️ pic.twitter.com/1DRgzVcZ0s— Pamela Anderson (@pamfoundation) November 26, 2019
પામેલા પત્રમાં આગળ લખ્યું હતું કે, દેશના કૃષિ ઈતિહાસના કારણે મને વિશ્વાસ છે કે, ભારત દ્વારા ઉત્પાદિત સોયા અને અન્ય ખાવાની વસ્તુઓ હાનિકારક ખાવાની વસ્તુઓથી સરળતાથી બદલી શકાય છે. સાથે જ ન્યૂઝીલેન્ડ, ચીન અને જર્મની કી પ્રો-વેગન પહલનો હવાલો આપ્યો હતો અને લખ્યું હતું કે, હું તમને અપીલ કરું છું કે, તમે પણ આવું કરશો જેથી ભારત પણ તેમની બરાબરી કરી શકે,

તેમણે એમ પણ કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ જાનવરોથી મળનાર ખોરાકને પ્રોત્સાહિત ના કરવાની સલાહ આપી હતી. જેથી પર્યાવરણને બચાવી શકાય.પામેલાએ લેટરમાં આગળ લખ્યું હતું કે, શાકાહારી ખોરાક ફક્ત જાનવરો જીવ જ નથી બચાવી શકાતો, પણ સાથે-સાથે માંસના ખોરાકથી થતી બીમારીઓ સ્તન કેન્સર અને હ્દય હુમલો સહિતની અનેક બીમારીઓમાંથી પણ લોકોને બચાવી શકાય છે.