હિન્દુ ધર્માં તહેવારોનું ખુબ મહત્વ છે. જેમાં હોળી-ધુળેટી, દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન અને દશેરાનો તહેવાર આવે છે. એવામાં હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તીથિના દિવસે આવે છે. ત્યારે આ વર્ષે હોળી-ધુળેટીનો પર્વ 28 અને 29 માર્ચે આવી રહ્યો છે. ધુળેટીના એક દિવસ પહેલા એટલે આગલી સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીદહન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે.
28 માર્ચેએ હોળીનું મુહૂર્ત 2 કલાક અને 19 મિનિટનું છે. જે સાંજે 6-36 મિનિટથી શરૂ થશે અને 8-56 સુધીનું છે. મહત્વનું છે કે ધુળેટીના એક દિવસ પહેલા એટલે આગલી સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીદહન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે. જે લોકો સંતાન સુખ મેળવવા ઇચ્છે છે. તેમણે બાળકૃષ્ણની પૂજા કરવી જોઇએ. જે લોકો પરિવારમાં સુખ-શાંતિ જાળવી રાખવાનું ઇચ્છે છે, તેમણે રાધા-કૃષ્ણ અને જે લોકો જ્ઞાન મેળવવા ઇચ્છે છે તેમણે ગુરુ કૃષ્ણની પૂજા કરવી જોઇએ.
શા માટે હોળીદહન કરવામાં આવે છે?
હોળી સાથે જોડાયેલી કથા અનુસાર હિરણ્યકશિપુએ દાનવોનો રાજા હતો અને તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કોઈથી તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. જ્યારે તેનો પુત્ર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. જે તેને બિલકુલ પસંદ ન હતું. તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો અને તેના નામના જાપ કરતો હતો. જેથી હિરણ્યકશિપુએ ઘણા પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યાં.
પ્રહલાદે ભગાવન વિષ્ણુને પ્રાર્થના કરી
અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસાડી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતીં. કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદનો જીવ બચી ગયો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની છે.
આ રીતે કરવું હોળીનું દહન?
નિયમ મુજબ હોળીના દિવસે સુકી લાકડીઓ અને છાણા એકઠા કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. જે બાદ આગ પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવતા સમયે તેનું મુહૂર્ત જોવું ખાસ જરૂરી હોય છે. જેથી મુહૂર્ત પ્રમાણે જ હોળીનું દહન કરવું જોઈએ. સૌથી પહેલા હોળીને જળ અર્પણ કરવામાં આવે છે. જે બાદ પરિવારના કોઈ વરિષ્ઠ વ્યક્તિ આગને પ્રગટાવે છે. એક માન્યતા મુજબ હોળી પ્રગટાવવાથી પરિવાર પર કોઈ ખરાબ છાયા પડતી નથી. સાથે જ ઘરના લોકોનું સ્વાસ્થય પણ સારૂ બનેલું રહે છે.
હોળીદહનના નિયમો
ફાલ્ગુન શુક્લ આઠમથી ફાલ્ગુન પૂર્ણિમા સુધી હોળાષ્ટક માનવામાં આવે છે. જેમાં શુભ કાર્યો વર્જિત રહે છે. પૂર્ણિમાના દિવસે હોળીદહન કરવામાં આવે છે. જેના મુખ્ય 2 નિયમ છે.
- પહેલો: હોળીના દિવસે ભદ્ર ન હોય. ભદ્રનું જ બીજુ નામ વિષ્ટિકરણ પણ છે. જે 11 કરણોમાંથી એક છે. એક કરણ તિથિના અડધા ભાગ બરાબર છે.
- બીજુ, પૂર્ણિમા પ્રદોષકાલ-વ્યાપિની હોવું જોઈએ. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો એ દિવસે સૂર્યાસ્ત થયા બાદ ત્રણેય મુહૂર્તોમં પૂર્ણિમા તિથી હોવી જોઈએ।
હોળી 202ની તારીખ અને શુભ મુહૂર્ત
પૂર્ણિમા તિથિ પ્રારંભ- માર્ચ 28એ 3-27એ
પૂર્ણિમા તિથિ સમાપ્ત- માર્ચે 29એ 00-17એ
હોળીદહન તિથિ- રવિવાર, માર્ચ 28એ
હોળીદહન મુહૂર્ત- 18-36થી 20-56 સુધી
અવધિ- 2-19 મિનિટે
હોળીનો પર્વ 29 માર્ચ 2021ના છે.
ભદ્રાપૂંછ: 10-13થી 11-16 સુધી છે
ભદ્વા મુખ: 11-16થી 13-00 સુધી છે.
હોળી એટલે કે ધુળેટી- 29 માર્ચ
હોળીના દિવસે આ કાર્ય ન કરવું જોઈએ
- આ દિવસે કોઈ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ
- હોળીદહનના દિવસે સફેદ ખાદ્ય પદાર્થ ખાવો ન જોઈએ
- હોળીદહનના સમયે માથે ઓઢીને પૂજા કરવી જોઈએ
- નવવિવાહિત મહિલાઓએ હોળીદહન ન જોવું જોઈએ
- સાસુ-વહુને એક સાથે મળીને હોળીદહન ન જોવું જોઈએ.
શિવ પુરાણ મુજબ, હિમાલયનાં પુત્રી પાર્વતી ભગવાન શિવ સાથે વિવાહ કરવા કઠોર તપસ્યા કરી રહ્યાં હતાં ત્યારે ભગવાન શિવ પણ તપશ્ચર્યામાં લીન હતાં. ઈન્દ્રને શિવ-પાર્વતીનાં વિવાહનો સ્વાર્થ હતો કેમ કે, તાડકાસુરનો વધ શિવ-પાર્વતીનાં પુત્ર દ્વારા થવાનો હતો. આ કારણે ઈન્દ્રે કામદેવને શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યો અને શિવજીએ તેને ભસ્મ કરી દીધો. શિવજીની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ શિવને પાર્વતી સાથે વિવાહ કરવા મનાવી લીધા. આ કથાને આધારે હોળીએ કામની ભાવનાને પ્રતીકાત્મક રૂપથી સળગાવી સાચા પ્રેમના વિજય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
Reading your article helped me a lot, but I still had some doubts at the time, could I ask you for advice? Thanks.