હોળી રંગો અને ખુશીઓનો ઉત્સવ છે. આ દિવસે, દરેક રંગ અને ગુલાલથી રમે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેમને રંગ અને ગુલાલથી એલર્જી હોય છે. તો કેટલાક લોકોને આ રંગોથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેમના ફેફસાં દૂષિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, સુરક્ષિત રીતે હોળી રમતા પહેલા તમારે કેટલીક વિશેષ તૈયારીઓ કરવી લેવી જોઈએ. જેથી તમારી હોળી સુરક્ષિત અને સ્વસ્થ રહી શકે છે.
ઉકાળો પીવો: હોળીની સવારે એક કપ ગરમ ઉકાળો પીવો. જેનાથી તમને ફેફસાના થનારું દૂષણન અટકશે. તમને તે પીધા પછી શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય. સાથે જ રંગોને લીધે થતી એલર્જીનું નહીં થાય. જો તમે ઉકાળો નપી શકો તો તમે આદુવાળી ચા પણ પી શકો છો.
ફૂદીના અને વિટામિન સી લો. હોળીના દિવસે નાસ્તામાં ફુદીના પાનનું સેવન કરો. આ સિવાય વિટામિન-સીવાળું ભોજન કરો. આ તમારા ફેફસાંને સ્વસ્થ રાખશે અને શ્વાસ અને એલર્જીની કોઈ સમસ્યા રહેશે નહીં. જો તમે ઇચ્છો તો હોળીના દિવસે તમે તમારા ભોજનમાં નારંગી, લીંબુ પણ ઉમેરી શકો છો.
લવિંગને તમારા મોંઢામાં રાખો: હોળીના દિવસે લવિંગ તમારી સાથે રાખો. તમે તેને મોઢામાં જીભની નીચે દબાવી લો. પછી હોળી રમવા જાઓ. આ લવિંગ તમને રંગના કારણે થતા ચેપ અથવા એલર્જીથી બચાવે છે.
ફળો ખાઓ: ફક્ત હોળી રમતા પહેલા જ નહીં પણ પછીથી સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ધૂળેટી રમ્યા પછી સ્નાન કરો. બાદમાં તાજા ફળ ખાઓ. તમે ફરી એક વખત ઉકાળો અથવા આદુવાળી ચા પી શકો છો. જો તમે એક સફરજન પણ ખાશો, તો તમને ઘણી સહાય મળશે. આ તમને તમામ પ્રકારના ચેપથી બચાવશે.
હોળી એ ખુશીનો ઉત્સવ છે. ધમાલ-મસ્તીનો તહેવાર છે. પરંતુ આ બધાની વચ્ચે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.. કેમિકલવાળા રંગોને બદલે કુદરતી રંગોનો ઉપયોગ કરો. જેનાથી ચેપ થવાની સંભાવના ન હોય. આશા છે કે તમને આ ટીપ્સ ગમશે. જો હા,છે તો અન્ય લોકો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં…