માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ભારતીય પરંપરા મુજબ આ ફાગણ મહિનાને હર્ષો ઉલ્લાસનું પ્રતિક માનવામાં આવે છે અને કહેવાય છે કે હોળી આવી તહેવાર લાવી. કારણ કે હોળી બાદ તહેવારોની શરૂઆત થાય છે. આગામી 28 માર્ચે હોળી છે અને 29 માર્ચે ધુળેટી છે.
હોળી દહનનું શુભ મુહૂર્ત
– હોળીદહન તિથિ- 28 માર્ચે
– હોળીદહન શુભ મુહૂર્ત- સાંજે 6-36 કલાકથી રાતે 8-56 કલાક સુધી
જાણકારો અનુસાર ભારતીય પરંપરામાં ફાગણ મહિનો ઉલ્લાસનું પ્રતીક માનવામાં આવે છે. આ મહિનામાં ખેતરમાં પાક તૈયાર થઈ જાય છે અને શિયાળાની ઋતુ પુરી થઈ જાય છે. છતાં ગરમી શરૂ થવામાં થોડી વાર હોય છે. આ સમયે ઋતુ ખુશનુમા હોય છે. જેથી મન રંગીન હોય છે. તેવા સમયમાં હોળી વધુ રંગોને ગાઢ બનાવી દે છે.
28 માર્ચે હોળીદહન
આ વખતે 28-29 માર્ચ 2021ના હોળીનો તહેવાર છે. આ તહેવારને લઈને મોટાભાગના ઘરોમાં તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. માનવામાં આવે છે કે હોળીનો તહેવાર માત્ર મસ્તીનો જ તહેવાર નથી પણ એક ઉન્નતિનો ઉત્સવ પણ છે. શાસ્ત્રો અનુસાર હોળીમાં કરવામાં આવેલા ઉપાય વધુ ફળ આપે છે. જેથી હોળીની રાતે લોકો કાર્ય સિદ્ધ કરવા અને મનોકામનાને પૂર્ણ કરવા માટેના ઉપાય કરે છે.
આ રીતે કરવું હોળીનું દહન?
નિયમ મુજબ હોળીના દિવસે સુકી લાકડીઓ અને છાણા એકઠા કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. જે બાદ આગ પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવતા સમયે તેનું મુહૂર્ત જોવું ખાસ જરૂરી હોય છે. જેથી મુહૂર્ત પ્રમાણે જ હોળીનું દહન કરવું જોઈએ. સૌથી પહેલા હોળીકાને જળ અર્પણ કરવામાં આવે છે. જે બાદ પરિવારના કોઈ વરિષ્ઠ વ્યક્તિ આગને પ્રગટાવે છે. એક માન્યતા મુજબ હોળી પ્રગટાવવાથી પરિવાર પર કોઈ ખરાબ છાયા પડતી નથી. સાથે જ ઘરના લોકોનું સ્વાસ્થય પણ સારૂ બનેલું રહે છે.
ગ્રહ દોષના ઉપાય
જાણકારો અનુસાર હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર ગ્રહ એક બીજાથી વિપરીત હોય છે. જ્યોતિષ ઉપાયો અનુસાર આ ગ્રહોની સ્થિતિ શુભ હોય છે. સૂર્ય ગ્રહ કુંભ અથવા મીન રાશિમાં સ્થિતિ હોય છે. જો તમે નવગ્રહ ઉપાય કરવા માંગતા હોય તો હોળીની રાખથી શિવલિંગની પૂજા કરવી. આ પહેલા આ રાખને જળમાં મેળવીને સ્નાન પણ કરવું, માનવામાં આવે છે કે આવું કરવાથી નવગ્રહ દોષથી મુક્તી મળે છે. આ શુભ અવસર તમને નવગ્રહ યંત્રની પૂજા અને નવગ્રહ મંત્રનો જાપ કરવાથી ફળ મળે છે.
લાંબા સમયથી ચાલી રહેલા રોગથી મુક્તિ મેળવવી
જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ બિમારીથી પીડાતા હોય અને તે મુક્તિ મેળવવા માંગતા હોય તો તેને તુલસીની માળા દ્વારા એક વિશેષ મંત્રનો જાપ 1008 વાર જાપ કરવો જોઈએ.
મંત્ર– ‘ઓમ નમો ભગવતે રૂદ્રાય મૃર્તાક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કુરૂ કુરૂ સ્વાહા’ માન્યતા અનુસાર આ મંત્ર બોલવાથી રોગમાંથી મુક્તિ મળે છે.
કોઈ મનોકામનાની પૂર્તિ માટે….
જો તમે કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માંગતા હોય તો તમારે હોળી પર આ પૂજા વિધિમાં ખાસ ધ્યાન રાખવું, પૂજા માટે હળદળની ગાંઠ, છાણા, ફળ અને શાકભાથીની માળા બનાવીને તેને ધારણ કરવી હોળીદહન પહેલા પૂજા કરવી. જે બાદ હોળીની ચારે તરફ 8 દિવા પ્રગાવી તમામ સામગ્રી હોળીમાં અર્પણ કરવી. જેથી તમામ મનોકામના પૂર્ણ થશે.