ઘણા લોકો એવો જુગાડ કરે છે કે, સૌ કોઈ તેમની કલાકારી જોઈને દંગી જાય છે. એક વ્યક્તિએ તો પોતાની રિક્શાને જ એક આલીશાન ઘરમાં ફેરવી નાખ્યું છે. જેની તસ્વીર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. ખાસ વાત એ છે કે, ઘર તમામ સુવિધાઓથી સંપન્ન છે. મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વ્યક્તિની આવડત જોઈને હેરાન થઈ ગયા હતાં. એટલુ જ નહીં આ વ્યક્તિના વખાણ કરતાં તેમણે તેની સાથે કામ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
ખરેખર, ચેન્નાઇમાં રહેતા આ વ્યક્તિનું નામ અરુણ પ્રભુ છે અને તેણે પોતાની રિકશા એક એવા ઘરમાંમાં પરિવર્તિત કર્યો છે જેમાં સામાન્ય મકાનો જેવી બધી કમ્ફર્ટ છે. આ મકાનમાં પુષ્કળ જગ્યા છે, વેન્ટિલેશન આપવામાં આવેલ છે, તેમાં છત અને વિંડોઝ અને દરવાજા સાથે કપડા સૂકવવાની પણ વ્યવસ્થા છે.

આ મોબાઇલ ઘર છે. આનંદ મહિન્દ્રાએ શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું આવ્યું છે કે આનંદ પ્રભુ નામના આ વ્યક્તિએ ફક્ત 1 લાખ રૂપિયાના ખર્ચે આ મકાન બનાવ્યું છે. આ ઘર ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
અરુણે આ ઘરની છત પર સોલર પેનલ્સ પણ લગાવી દીધા છે અને દેખીતી રીતે કેટલીક બેટરીઓ પણ મૂકી દીધી છે. જેથી કોઈ પણ વીજ જોડાણ લીધા વિના આ મોબાઇલ ગૃહમાં વીજળી મળી શકે. આનો અર્થ એ છે કે, આ મકાનમાં તમને દરેક સુવિધાઓ મળશે જે સામાન્ય મકાનોમાં છે. મળતી માહિતી મુજબ, આ મકાનમાં પાણી સંગ્રહ કરવાની પણ સુવિધા છે જેથી પાણી પણ પુરૂ પાડવામાં આવે.
પોસ્ટ શેયર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, “આ ડેમોસ્ટ્રેશન દ્વારા અરુણે ઓછી જગ્યાની શક્તિ બતાવી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, જો અરુણ બોલેરોમાં આવું કરી શકે દુકાનની ટોચ પર, તો તેમને વધુ ખુશી થશે આ માટે, તેણે લોકો સાથે જોડાવાની વાત પણ કરી છે.’