મા બનવું દરેક સ્ત્રીનું સૌથી સુંદર સપનું હોય છે. મા બનવાનો અહેસાસ ખુશીની સાથે જવાબદારી પણ લઈને આવે છે.બાળકોનો ઉછેર એ એક કોઈ રમતની વાત નથી. પરંતુ રૂસમાં રહેતા એક કપલની ઓછામાં ઓછા 105 બાળકોને જન્મ આપવાની ઈચ્છાને જોતા તો એવું લાગે છે કે, તેઓ બાળકોને ઉછેરને રમત સમજી રહ્યાં છે. ખરેખર આ કપલે 105 બાળકોને જન્મ આપાવનો ટાર્ગેટ બનાવ્યો છે.

જી હા..તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. આ કપલનું કહેવું છે કે, તેમને કોઈ પણ પ્રકારની કુટેવ નથી પણ તેમને બાળકો સાથે રહેવાની આદત પડી ગઈ છે.
રશિયાની ક્રિસ્ટિના ઓઝ્ટર્ક 23 વર્ષની ઉંમરમાં 11 બાળકોની માતા બની ચૂકી છે. તેનાં પ્રથમ બાળકની ડિલિવરી 17 વર્ષની ઉંમરમાં થઈ હતી. છેલ્લા 10 મહિનામાં અન્ય 10 બાળકોની ડિલિવરી સરોગસીનાં માધ્યમથી થઈ છે. ક્રિસ્ટીનાના પતિ ગેલિપની ઈચ્છા છે કે તેમનાં 105 બાળકો થાય. ક્રિસ્ટીના કહે છે કે, ખબર નહિ કેટલા બાળકોનાં પેરેન્ટ્સ બનીશું પરંતુ અમે 10 બાળકોનાં પેરેન્ટ્સ બની રોકાવાના નથી.

સરોગસીથી 10માં બાળકનો જન્મ 16 જાન્યુઆરીએ થયો
ક્રિસ્ટીના મોસ્કોમાં રહે છે અને તેનો 56 વર્ષીય પતિ ગેલિપ બિઝનેસમેન છે.તે કહે છે કે, અમે એ જાણવા માગીએ છે કે સરોગસીથી કેટલા બાળક કરી શકાય છે. પ્લાનિંગ બાદ સરોગસીથી થનારું પ્રથમ બાળક મુસ્તફા છે. તેનો જન્મ 10 માર્ચ, 2020ના રોજ થયો અને 10મી દીકરી ઓલિવિયાની ડિલિવરી 16 જાન્યુઆરી, 2021ના રોજ થઈ.

ક્રિસ્ટીના કહે છે કે, તમામ 10 બાળકોની સાર સંભાળ માટે અલગ અલગ ડાયરી બનાવી ગઈ છે. તે સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી ઊંઘે છે. તેમની સારસંભાળ રાખતી નૈની બાળકો સંબંધિત દરેક જીણવટભરી વાત ડાયરીમાં લખે છે.
ક્રિસ્ટીના સિંગલ મધર હતી. તે 17 વર્ષ હતી ત્યારે તે તેને પોતાની બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ જ્યારે તે હોલિડે માટે જ્યોર્જિયા ગઈ હતી ત્યારે તેની મુલાકાત ગેલિપથી થઈ અને બંને પ્રેમમાં પડ્યા હતા.
ક્રિસ્ટિનનું કહેવું છે કે, તેને પહેલાથી જ ઘણા બાળકો છે, પરંતુ ગેલિપને તેનાથી કોઈ સમસ્યા નહોતી. એટલે બંનેએ નક્કી કર્યું છે કે ઘણા બાળકો પ્લાનનું કરશે. આ રીતે સરોગસીથી પેરેન્ટ્સ બનવાની શરૂઆત થઈ.