આજે દેશભરમાં શિવરાત્રીનો પર્વ રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોની રીતે બોલીવૂડ અને ટીવી સેલેબ્સ પણ પુરી શ્રદ્ધા સાથે મહાદેવની પૂજા કરે છે. તમને જણાવી દયે કે ટીવી પર શિવ પર આધારીત સિરીયલ બતાવવામાં આવે છે. જેમાંથી સૌથી પોપ્યુલર શો રહ્યો તે છે દેવો કે દેવ મહાદેવ. જેને ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. ટીવી પર સીરિયલ પર સુપરહિટ થયેલા મોહિત રૈનાએ મહાદેવનો રોલ પ્લે કર્યો હતો. જેના કારણે તે ખુબ પ્રખ્યાત થઈ ગયો હતો. આ શો 2011થી 2014 સુધી ચાલ્યો હતો.
ડેબ્યૂ કરતા પહેલા 107 કિલો વજન હતો
‘દેવો કે દેવ મહાદેવ’માં મહાદેવનો રોલ કરનાર મોહિત રૈના હાલ ટીવી શોથી અત્યારે દૂર છે. મોહિતને આ શોથી ઘર-ઘરમાં મહાદેવ તરીકેની ઓળખ મળી હતી. જોકે, મોટાભાગના લોકોને એ વાતની જાણ નહીં હોય કે આ શોમાં હેન્ડસમ હંક લાગતો મોહિત ટીવીમાં ડેબ્યૂ કરતા પહેલા 107 કિલોનો હતો. ઓવરવેટ હોવાના કારણે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જે પછી 2006માં મોટી મુશ્કેલીથી તેને પહેલો શો ‘અંતરિક્ષઃ એક અમરકથા’ મળ્યો હતો.

વજન ઓછું કર્યા પછી કરે છે મોટી કમાણી
મોહિતને ખૂબ ભાગદોડ કર્યા પછી મહાદેવનો રોલ મળ્યો હતો. જે માટે તેણે ખૂબ મહેનત કરી હતી. આ માટે તેણે થોડા જ મહિનાઓમાં 30 કિલો વજન ઓછું કર્યું હતું. મોહિતે જણાવ્યું કે તેણે ફેટ ટૂ ફિટ થવા માટે વર્કઆઉટ અને યોગની મદદ લીધી હતી. આજે પોતાની ફિટનેસના કારણે મોહિત દિવસના આશરે 1 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. જોકે, હવે લોકપ્રિયતાના કારણે મોહિતની ફી પહેલા કરતાં પણ વધારે થઇ છે. છેલ્લે ટીવી શો ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’ (2016)માં જોવા મળેલા મોહિતે આ શો માટે પ્રતિ એપિસોડ દીઠ 1.85 લાખ રૂપિયા ફી ચાર્જ કરી હતી. મહત્વનું છે કે મોહિત ટીવીના ટોપ-10 હાઇએસ્ટ પેઇડ એક્ટરના લિસ્ટમાં છે.
મોહિત જમ્મુમાં મોટો થયો છે
14 ઓગસ્ટ 1982ના દિવસે જન્મેલો મોહિત રૈના જમ્મુમાં મોટો થયો છે. તેણે સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન કર્યા પછી મુંબઈ આવવાનું નક્કી કર્યું. મહાદેવનું પાત્ર ભજવી તેણે ખુબ સફળતા અને લોકપ્રિયતા મેળવી હતી. જે બાદ ખબર પડી કે તેને કેટલો સંઘર્ષ ક્યો છે. શંકરના અવતારમાં ફિટનેસને મામલે લોકોને ચોંકાવી દેનાર મોહિતનું વજન એક સમયે 107 કિલો હતું અને તેણે 2005માં ગ્રાસિમ મિસ્ટર ઇન્ડિયામાં ભાગ લેતા પહેલા 29 કિલો વજન ઉતાર્યું.

જાણો શા માટે ટીવી શો છોડ્યો?
મોહિત હવે ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મોમાં કામ મળવાથી હવે તેને શોમાં કામ કરવાનું છોડી દીધું છે. મોહિત શૂટિંગ માટે દરરોજ 12 કલાક આપતો હતો. ફિલ્મના શૂટિંગ વખતે મહાદેવના રોલ માટે સમય આપી શકતો ન હતો. જેથી તેને શો છોડી દીધો હતો.

મોહિતના માતા-પિતાની ઈચ્છા એવી હતી કે મોહિત CA કરે પણ મોહિતને બાળપણથી એક્ટીંગનો શોખ હતો અને તેની પર્સનાલિટી પણ ખુબ સારી હતી. મોહિતે જણાવ્યું હતું કે મારા માતા-પિતાએ એક્ટીંગ માટે ચોખ્ખી ના પડી હતી. બીજા દિવસે હું ઉઠ્યો તો ઘરે ઘણા બધા ગેસ્ટ આવ્યાં હતા એટલે મને થયું કે ઘરમાં કોઈ ફંકશન હશે જે હું ભૂલી ગયો હોઈશ પણ પછી ખબર પડી કે બધા મને સમજાવવા માચે આવ્યાં હતા. પણ મે કોઈનું સાંભળ્યા વગર મારી ટિકિટ કરાવીને મુંબઈ આવી ગયો હતો.

મોહિતે કરિયરની શરૂાત 2006માં ટીવી શો અંતરિક્ષથી કરી હતી. પણ તેને તેની સાચી ઓળખ મહાદેવના પાત્રથી મળી હતી. સારી પર્સનાલીટીના કારણે તેને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. તે સમયે તેનું વજન 107 કિલો હતું. જેથી મેકર્સે તેને વજન ઘટાડવા માટે કહ્યું હતું. જેથી મોહિતી 30 કિલો વજન ઘટાડ્યો હતો. મોહિત હાલમાં ફિલ્મ અને વેબ સિરીઝમાં બિઝી છે. તે ઉરી, ગુડ ન્યૂઝ, મિસ્ટર સીરિયલ કિલરમાં જોવા મળી ચૂક્યો છે. આગામી વર્ષમાં તેની ફિલ્મ શિદ્દત રિલીઝ થશે. જેનું શૂટીંગ હાલ ચાલી રહ્યું છે.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.