બુધ ગ્રહ 11 માર્ચે મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. 11 માર્ચે શિવરાત્રિનો પર્વ પણ છે. આ દિવસે બુધનું રાશિ પરિવર્તન શુભ માનવામાં આવી રહ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અનુસાર જાણો 12 રાશિના લોકોના જીવનમાં શું પરિવર્તન આવશે.
મેષ: આ રાશિના લોકો માટે બુધ લાભદાયક રહેશે. શિક્ષા અને બુદ્ધિના કામોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે.
વૃષભ: તમારા માટે બુધ શુભ રહેશે. મોટા કામોમાં ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ જૂના અટકેલા કામો પૂર્ણ થશે.
મિથુન: આ રાશિના લોકોને બુધના કારણે સફળતા અને સન્માન મળશે. દૈનિક કાર્યોમાં સફળતા મળશે. ભવિષ્યમાં આ કામોથી તમને લાભ મળશે.
કર્ક: તમારા માટે આ સમય ચિંતાજનક છે. ભય બનેલો રહેશે. સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. ઋતુ બદલાતી હોવાથી બિમારીનો સામનો કરવો પડી શકે છે. જેથી લાપરવાહી ન કરવી.
સિંહ: આ રાશિના લોકોનું વૈવાહિક જીવન સારૂ રહેશે. અવૈવાહિક લોકોનું પ્રેમ પ્રકરણ લગ્ન સુધી પહોંચી શકે છે. લગ્નમાં આવી રહેલી અડચણ દૂર થશે.
કન્યા: આ રાશિના લોકો માટે બુધ લાભ અપાવશે. જૂની બિમારીઓથી છૂટકારો મળશે. આસપાસના દુશ્મોનોથી સતર્ક રહેવું. સમજી વિચારીને કામ કરવું સારૂ રહેશે.
તુલા: આ રાશિના લોકો માટે સુખ શાંતિ બનેલી રહેશે. નોકરી અને વ્યવસાયમાં નફો થશે. કમાણી કરવાના નવા અવસર પ્રાપ્ત થશે.
વૃશ્ચિક: માતાના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરવી. સફળતા મળવાની સંભાવના છે. કામ વધશે પણ તે તમારા માટે ફાયદાકારક રહેશે.
ધન: મિત્રો અને ભાઈ-બહેનની મદદ મળશે. આ મદદથી કોઈ મોટું કામ પૂરૂ થઈ શકે છે. પરફોર્મન્સ સારૂ રહેશે. કામ સમય પર પૂરા કરી શકશો.
મકર: આ રાશિ માટે બુધ સફળતા અપાવશે. ધન-સંપતિમાં વધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે.
કુંભ: આ લોકોનું ભાગ્ય તેની સાથે રહેશે. અટકેલું કામ પૂર્ણ થશે. આવકમાં વધારો થશે. જીવનસાથીનો સહયોગ મળશે. અડચણો દૂર થશે.
મીન: ખર્ચામાં વધારો થશે. સમજી વિચારીને ખર્ચ કરવો. વિચાર્યા વગર કામ કરશો તો નુકસાની ભોગવવી પડશે. ધૈર્ય બનાવીને રાખો.