આજે વર્ષ 2021ની તારીખ 11 માર્ચ અને ગુરુવારના દિવસે બૃહસ્પતિવારનો દિવસ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બૃહસ્પતિને દેવતાનો ગુરુ એટલે દેવગુરુ માનવામાં આવે છે. જેથી આ દિવસને ગુરુવાર કહેવાય છે. શરીરમાં તે હ્દયનો કારક છે. જ્યારે જન્માક્ષરમાં તે વિદ્યાન કારક માનવામાં આવે છે. તેનો રંગ પીળો અથવા રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવ શ્રી હરિ વિષ્ણુ છે. જ્યારે વિદ્યાની કારક દેવી માતા સરસ્વતી઼ હોવાથી તેમની પૂજા કરવામાં આવે છે.
આજનું રાશિફળ…
મેષ રાશિફળ
વર્તમાન સમય શુભ ફળ આપનાર છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખો. બનતા કામ બગડી શકે છે. પોતાના વિચાર ના બદલો અને ના તો બીજાના વિચાર બદલવાનો પ્રયત્ન કરો. ક્રોધ પર નિયંત્રણ કરો.
વૃષભ રાશિ
નાની-નાની વાતો પર ક્રોધ આવવાથી નુકસાન થઈ શકે છે. શત્રુ હાવી થઈ શકે છે. ઘણાં દિવસથી અટવાયેલું કામ આજે પુરુ થશે.
મિથુન રાશિ
સ્વાસ્થ્યમાં સુધાર થશે. પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં રહેશો. વ્યવસાયમાં ઉન્નતિ થશે. જમીન સંબંધિત મામલે સમસ્યાનું નિરાકરણ થશે. પ્રશાસનથી જોડાયેલા કાર્યો યોગ્ય રીતે પાર પડશે. યાત્રા થવાની સંભાવના છે.
કર્ક રાશિ
આજીવિકાને લઈને તમે ચિંતિત રહેશો. વિવાહ યોગ્ય જાતકોના માટે યોગ્ય સમય રહેશે. કારોબારમાં વિસ્તાર કરવાનું મન થાય. વાહન સુખની પ્રાપ્ત થવાની સંભાવના છે.
સિંહ રાશિ
સુખ-સુવિધાની વસ્તુઓ પર પૈસા ખર્ચાઈ શકે છે. તમારી પ્રગતિથી વિરોધી નાખુશ થઈ શકે છે. જીવનસાથીનો સાથ આગળ વધવામાં સહાયક થશે. વાહન સુખ મળવાનો યોગ છે. કાર્યની અધિકતા અને સમયની ઓછપનો આભાસ રહેશે.
કન્યા રાશિ
સંતાનના સ્વાસ્થ્યને ચિંતા રહેશે. જીવસાથીનો સાથ આગળ વધવામાં મદદરૂપ થશે. વાહન મળવાનો યોગ છે. ભાઈ-બહેનોથી વિવાદની સ્થિતિ બની શકે છે. તમારે બસ તમારા વિચાર બદલવાની જરૂર છે.
તુલા રાશિ
તમારા વ્યવહાર કુશળતાના વખાણ થઈ શકે છે. વ્યાપારમાં વિસ્તાર રહેશે.વસ્ત્ર-આભૂષણ મળી શકે છે. રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે.
વૃશ્વિક રાશિ
ધીમી શરૂઆત હોવા છતાં તમને સફળતા મળશે. વ્યાપારમાં વિસ્તાર થશે. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
ધનુ રાશિ
સફળતાદાયક સમય ચાલી રહ્યો છે. કારોબારમાં મળતા નવા અવસરથી લાભ મળી શકે છે. સંતાનના કાર્યોથી મન દુઃખી થઈ શકે છે. આજના દિવસ જરૂરી કાર્યો પૂરા કરવામાં વ્યતિત થઈ જશે. યાત્રાનો યોગ બની શકે છે.
મકર રાશિ
કાર્યસ્થળ પર વિવાદની સ્થિતિ નિર્મિત થઈ શકે છે. આર્થિક મામલે નિવારણ આવી શકે છે. તમારા નજીકના લોકો જ તમારી સફળતા નથી ઈચ્છતા. એટલે સાવધાની સાથે આગળ વધતા રહો.
કુંભ રાશિ
સ્વાસ્થ્ય બગડી શકે છે. રાજકીય કાર્યોમાં અવરોધ આવી શકે છે. વિદ્યુત ઉપકરણ ખરીદવાનો યોગ છે. વાહન મશીનરીનો પ્રયોગ સાવધાની રાખો.
મીન રાશિ
નોકરી બદલાવના યોગ છે. મહેનત અનુકૂળ ફળ પ્રાપ્ત નથી થતાં. કોઈ પરિવર્તનની તમે આતુરતાથી રાહ જોઈ શકો છો. તકનીક પ્રયોગથી વિદ્યાર્થી સફળ થશે. દાંતોનો વિકારની સંભાવના છે.