સોશિયલ મીડિયામાં અત્યારે ચિત્ર-વિચિત્ર ઘટના સામે આવી રહી છે. જેને લઈને તેના પર વિશ્વાસ મૂકવો પણ અઘરો થઈ જાય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. ખબર અનુસાર 11 વર્ષની માસૂમ છોકરી અચાનક ગર્ભવતી થઈ ગઈ છે જેનું કારણ કોઈ સમજી શકતું નથી. બાળકીને અચાનક પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટોરની તપાસમાં 11 વર્ષની બાળકી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. સવાલ એ હતો કે આ 11 વર્ષની બાળકીએ કોઈ સાથે શારિરીક સંબંધ પણ બાંધ્યા ન હતા. છતાં તે ગર્ભવતી થઈ ગઈ હતી.

જાણો ડોક્ટર્સે શું કહ્યું?
આપણે જે ઘટનાની વાત કરી રહ્યાં છીએ તે ગટના ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં બની છે. આ ઘટનાનો ભોગ બનનાર બાળકીનું નામ છે ચેરિશ રોઝ. ડોક્ટરોને પણ આ વાત સમજમાં નથી આવી રહી કે આખરે તે પ્રેગ્નેટ થઈ કઈ રીતે? આ ઘટના સામે આવ્યા બાદ તેના પરિવારજનો અને ડોક્ટરો આશ્ચર્યચકિત બની ગયા હતા. કોઈને તે સમજાતું નથી કે તેની સાથે શું થયું અને તે આટલી નાની ઉંમરે માતા કેવી રીતે બની. આ બાળકીને અચાનક જ શાળામાં પેટમાં દુખાવો થયો હતો. પેટમાં દુખાવો તીવ્ર હતો, તેથી તેને ડોક્ટરને બતાવવામાં આવ્યું. જો કે ડોક્ટરે તપાસ પછી કહ્યું કે તેને ગર્ભાવસ્થાનો દુખાવો છે અને તે ગર્ભવતી છે.
જાણો ડોક્ટરની બીજી તપાસમાં શું સામે આવ્યું?
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની આ બાળકી માટે અચાનક તેની સાથે આવું કેવી રીતે બન્યું તે સમજી શકાયું નહોતું. હકીકતમાં, છોકરીના પેટની પીડાની તપાસની શરૂઆતમાં, ડોક્ટરને લાગ્યું કે તે ગર્ભવતી છે. જે ડોક્ટરની ભૂલ હતી. આ પછી જ્યારે આ યુવતીની ફરી તપાસ કરવામાં આવી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. જ્યારે ડોક્ટરે ફરીથી તપાસ કરી. ત્યારે તેની અંડાશયએ પુષ્ટિ આપી કે તેને સૂક્ષ્મજંતુના કોષનું કેન્સર હતું. તમને જણાવી દઇએ કે આ કેન્સરનો એક પ્રકાર છે. જે આ યુગની છોકરીઓમાં સામાન્ય રીતે જોવા મળતું નથી.

ડોક્ટરે બચાવ્યો બાળકીનો જીવ
ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેની પ્રેગ્નન્સીને લઈને જે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી અને તેને કેન્સર હતું. ડોક્ટર હાલમાં 6 મહિનાથી તેનો ઈલાજ કરી રહ્યાં છે. ટ્રીટમેન્ટ દરમિયાન પણ તે અભ્યાસ કરી રહી છે. ચેરિશનો ઈલાજ કેમોથેરપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઈલાજ બાદ તેના ટ્યુમરની સાઈઝ ઓછી થઈ ગઈ છે અને તેને કાપી નાખવામાં પણ આવ્યું છે. ચેરિશનો ઇલાજ હજુ પણ ચાલુ છે અને ડોક્ટરે પોતાની ભૂલને સુધારતા કેન્સરનો યોગ્ય ઈલાજ કરીને તેનો જીવ બચાવી લીધો છે.