સૌ કોઈ લોકો સાચી શ્રદ્ધાથી દેવી-દેવતાઓની આરાધના કરતા હોય છે, પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીશું, જેને જાણીને તમે આશ્ચર્યચકિત જશે. કારણ કે અહી 11 વહુએ પોતાના સાસુને દેવી માની લીધા છે. જેમણે સમાજને એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે, ત્યાં 11 વહુ તેમના સાસુને દેવી માનીને તેમની આરતી કરે છે. જેમનું ઘર ચંડીગઢના બિલાસપુર જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર રતનપુરમાં આવેલું છે.
તમને જણાવી દઈએ કે આ એકલા સાસુ તેમના વહુઓને હળીમળીને રહેવાનું જ્ઞાન આપતા હતા. આ સાસુનું નામ ગીતા દેવી હતું અને વર્ષ 2010માં તેમનું નિધન થયું હતું. બધી જ વહુ તેમના સાસુને ખૂબ પ્રેમ કરતી હતી અને આ કારણથી તેમના અવસાન પછી તેમણે મંદિરમાં તેમની એક મૂર્તિ બનાવી. સાથે જ તેમનો સોનાના ઘરેણાથી શણગાર કર્યો. પરિવારમાં કુલ 39 સભ્યો છે અને તેમની મૂર્તિ પર દરરોજ આરતી ઉતારવામાં આવતી અને મહિનામાં એકવાર તો ભજન-કીર્તન જરૂર કરવામાં આવે છે. તેમની સાથે જ ગીતા દેવીની ત્રણ વહુ અને ઘણી દેરાણીઓ પણ હતી અને તે તેમને ખૂબ પ્રેમ કરતી હતી, બધી વહુઓ ભણેલી અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે.
સાસુ જ્યારે પણ કોઈ નિર્ણય લેતા હતાં તો તે પોતાની વહુઓ અને દેરાણીની સલાહ લઈને જ નિર્યણ આપતા હતા અને તેઓ તેમની વહુઓને વહુઓ જ ન નહી પરંતુ બધાં દિકરીની જેમ જ માનતા હતા. આમ તો અત્યારે પણ બધી વહુ તેમના પતિના કામમાં હાથ લંબાવે છે. સાથે જ પતિ સાથે હિસાબ-કિતાબ સંભાળે છે. બધી વહુઓ અને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ પણ છે.
તમને જણાવી દઈએ કે શિવપ્રસાદ સૌથી મોટા ભાઈ છે જે શિક્ષકના પદથી નિવૃત થયા પછી દુકાન ચલાવે છે. તેમની પાસે પાન દુકાન, હોટલ, અને સાબુ બનાવવાનું કારખાનું પણ છે અને તેમની પાસે 20 એકર જમીન છે, જેમાં આખો પરિવાર હળીમળીને ખેતી કરે છે અને પરિવારનું ભોજન એકસાથે જ બને છે. અહી કોઈ અલગ નથી રહેતું વહુઓ રસોઈમાં એકસાથે મળીને ખાવાનું બનાવે અને ખાઈ છે.