આજે 12 માર્ચ અને શુક્રવારનો દિવસ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્ર દૈત્યોનો ગુરુ એટલે કે, દૈત્યગુરુ માનવામાં આવે છે. શરીરમાં કમરથી નીચેના ભાગના કારક પર આધિપત્ય ધરાવે છે. જન્માક્ષરમાં તે ભાગ્યનો કારક માનવામાં આવે છે. જેનો રંગ ગુલાબી અને રત્ન હીરા છે. આ દિવસના આરાધ્ય દેવી ધન-ધાન્યની દેવી વિષ્ણુ પ્રિય મા લક્ષ્મી છે. આ દિવસે મા સંતોષી અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આજનું રાશિફળ…
મેષ રાશિ
વ્યવસાયમાં સતર્કતા અને સાવધાનીપૂર્વક યોજનાઓને અંજામ આપો, પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે. વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવશે. વાહન સુખ મળશે. કામમાં બેદરકારી રાખશો નહીં.
વૃષભ રાશિ
આજે લાભકારી રોકાણ કરી શકશો. મોટા પ્રતિષ્ઠિત લોકો સાથેના સંબંધમાં લાભ મળી શકે છે. વાહન પ્રાપ્તિના યોગ છે. આર્થિક લાભ મળશે. જોખમ- જવાબદારીના કામમમાં સાવધાની રાખો.
મિથુન રાશિ
આજે વ્યાપાર સારો રહેશે. પારિવારિક વાતારણ સારું રહેશે. યાત્રા લાભદાયક રહેશે. આશાનુરૂપ આવક થશે. વાહન ક્રય કરવાના યોગ બની રહ્યાં છે. રોકાણ કરવામાં મોટો લાભ થઈ શકે છે. હનુમાનજીની આરાધના કરો.
કર્ક રાશિ
દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. સ્થાયી સંપત્તિ, ક્રય-વિક્રયથી લાભ થશે. અનુભવનો લાભ મળશે.પારિવારિક વાતાવરણથી નાખુશ રહેશો. નવા સ્ત્રો અને આભૂષણની પ્રાપ્તિ થશે. કોઈની નિંદા ના કરો.
સિંહ રાશિ
સમય પર કામ થતાં રાહત અનુભવશો. વ્યાપાર-વ્યવસાયમાં અનુભવથી લાભ થઈ શકે છે. રોકાણ કરવાથી સફળતા મળી શકે છે. મિત્રો સાથે દેવ દર્શન કરવા જઈ શકો છો. આજે વધુ ખર્ચ થવાની સંભાવના છે. સમયનો સદપયોગ કરો.
કન્યા રાશિ
વ્યવહારમાં કુશળતા અને સહનશક્તિના આધારે સમસ્યાનું સમાધાન થશે. મિત્રોથી સહયોગ મળશે. યાત્રા થવાની સંભાવના છે. કારોબારમાં બીજા લોકો પર આધાર ના રાખો.
તુલા રાશિ
આર્થિક મામલે આજે તમને લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર પ્રલોભનથી બચો. બીજાના પર ભરોસો કરવાથી નુકસાન થઈ શકે છે. પારિવારિક સમસ્યાઓનું નિવારણ શાંતિપૂર્વક લાવવાનો પ્રયત્ન કરો. બીજાને જોઈને દ્વેષ ન કરો.
વૃશ્વિક રાશિ
આજે વ્યપાર સારો રહેશે. મહેમાનોનું આગમન થઈ શકે છે. અચાનક ધનપ્રાપ્તિ સંભવ છે. આ સિવાય તમને તમારા પરિજનો અને નજીકના મિત્રો પાસેથી ગીફ્ટ મળી શકે છે. વાણી વર્તનમાં થોડું સંયમ રાખો. નહીં, તો કામ બગડી શકે છે.
ધનુ રાશિ
દિવસ શુભ રહેશે. સવારથી જ કાર્યમાં વ્યસ્તતા રહેશે. ઘરેલૂ કાર્યમાં દિવસ પસાર થશે. ઉત્સાહપૂર્વક વ્યવસાયિક યોજનાઓને પૂરી કરવામાં સફળ રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેવાથી કાર્યક્ષમતા અને કાર્યકુશળતામાં ઓછપ આવી શકે છે.
મકર રાશિ
આજે વિચારેલા કામ પૂરા થશે. અપિરચિત વ્યક્તિઓના સહયોગથી આત્મવિશ્વાસ વધશે. મનપસંદ ભોજન મળશે. કામની વ્યસ્તતામાં પરિવારને અજરઅંદાજ ન કરો. શક્ય હોય તો ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કરો.
મીન રાશિ
આજનો દિવસ મહેમાનોની સેવામાં પસાર થશે. સારા વ્યક્તિઓથી ભેટ મળી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વિતી શકે છે. નોકરીમાં અધિકારી પ્રસન્નતા દર્શાવશે. પરંતુ સંભાળીને રહેવું.