લાગે છે કે, હવે બોલીવુડને ઐતિહાસિક ફિલ્મ બનાવવો ચસકો લાગી ગયો છે. કારણ કે, એક પછી એક ઐતિહાસિક અને મોટા બજેટની ફિલ્મોની ખબરો સામે આવી રહી છે. પહેલા મહાભારત અને હવે રામાયણ. જી હા.. નાના પડદા પર ધૂમ મચાવ્યા બાદ હવે મહાભારત અને રામાયણ મનોરંજન સ્વરૂપે મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. આમ તો ટીવીના પડદા પર અનેકવાર મહાભારત અને રામાયણ રજૂ થઈ ચૂકી છે,ત્યારે જોવાનું રહેશે કે, મોટા પડદો આ બે ધાર્મિક કથાની ગરિમાને જાળવી શકે છે કે નહીં…આવો જાણીએ..

મહાભારત બાદ હવે બોલીવુડ રામાયણ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ કોઈ શોર્ટ ફિલ્મ કે એનિમેશન ફિલ્મ નહીં પરંતુ મોટા બજેટની ફિલ્મ હશે. આ ફિલમ મંધુ મટેનાની પ્રોડક્શન કંપની બનાવશે. અને તેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા રહેશે. મધુ મંટેના પોતાની ફિલ્મ દ્વારા મોટા પડદા પર રામાયણની કહાણીને ભવ્યતાની સાથે બતાવવા માગે છે. આ ફિલ્મ 3 જીમાં શૂટ કરવા આવશે.મીડિયા રિપોર્સ અનુસાર એવું સામે આવ્યું છે કે, રામનું પાત્ર રિતિક રોશન અને સીતાના પાત્ર માટે દિપીકા પાદુકોણનું નામ ફાઈનલ થઈ ચૂક્યું છે.

નિતીશ તિવારી ફિલ્મને કરશે ડીરેકટ
મધુ મેંટાનાની રામાયણનું ડીરેકશન નિતીશ તિવારી કરશે. નિતીશ તિવાર દંગલ જેવી સુપરહિટ ફિલ્મો પણ બનાવી ચૂકયા છે. એક સૂત્રએ સ્પોટબોયને જાણકારી આપી છે કે, મધુ મેંટાનાએ ટૂંક સમયમાં જ અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની અને વિકાસ બહલ પાસેથી ફેંટમ ફિલ્મની ભાગીદારી ખરીદી હતી. હવે તે બેનરને તે એકલા જ ચલાવશે.
તમને જણાવી દઈએ કે, રામાયણ તેનો ડ્રિમ પ્રોજેકટ છે. જેને તે આ જ બેનર હેઠળ બનાવશે. મધુ મેંટાના રામાયણને 3ડીમાં દર્શકો સામે રજુ કરશે. તેનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા છે. કેટલાક રીસર્ચ સ્કોલર્સને રામાયણ પર રિસર્ચ કરવા માટે કહ્યું છે. તેનું કહેવું છે કે, આવુ કરવાથી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં મદદ મળશે. સાથે જ મધુ મેંટાના રામાયણને બે ભાગોમાં રીલીઝ કરવાનું વિચારી રહ્યા છે.
જણાવી દઈએ કે, ફિલ્મ રામાયણમાં દીપીકા પાદુકોણ અને ઋત્વિક રોશન લીડ રોલમાં નજર આવશે. ઉલ્લેખનીય છે કે, રિતિક આ પહેલા પણ અકબરનું ઐતિહાસિક પાત્ર ભજવીને ખૂબ નામના મેળવી ચૂક્યાં છે. જ્યારે દિપીકા પણ પદ્માવતી, બાજીરાવ મસ્તાવી જેવી એક પછી એક ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરીને પોતાની પ્રતિભાનો પરચો બતાવી ચૂકી છે.